Home International Fake Photo Of Giorgia Meloni Found On Porn Page Many Female Politicians Victims Big Scandal In Italy

ઇટાલીમાં એક મોટા સ્કેન્ડલનો પર્દાફાશ : ફેક અશ્લીલ ફોટો...!; PM જોર્જિયા મેલોની સહિત ઘણા રાજકારણીઓ શિકાર

ઇટાલીમાં એક મોટા સ્કેન્ડલનો પર્દાફાશ
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 05:48 AM IST

ઇટાલીમાં એક મોટું સ્કેન્ડલ બહાર આવ્યું છે જેમાં મહિલા રાજકારણીઓને નિશાન બનાવવામાં આવી રહી હતી. એવું જાણવા મળ્યું છે કે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણી મોટી મહિલા રાજકારણીઓ આનો ભોગ બની છે. તેમના ઓરીજનલ ફોટોસ સાથે છેડછાડ કરીને અશ્લીલ બનાવીને પોર્ન વેબસાઇટ્સ પર પોસ્ટ કરવામાં આવી રહ્યા હતા. ઘણી મહિલા નેતાઓએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર, Phica નામના પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી મહિલા રાજકારણીઓની આ તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અથવા પબ્લિક સોર્સમાંથી લેવામાં આવી હતી. બાદમાં તેને એડિટ કરીને પોસ્ટ કરવામાં આવી હતી. આ વેબસાઇટના 7 હજારથી વધુ ફોલોઅર્સ છે. આરોપીઓએ મહિલાઓની તસવીરો સાથે અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર, મહિલા રાજકારણીઓના ફોટા રેલીઓ અથવા ટીવી ઇન્ટરવ્યુ દરમિયાન લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PM મેલોનીની બહેન એરિયાના પણ આ સ્કેન્ડલનો શિકાર બની છે. તેમના ફોટા પણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમના સિવાય અભિનેત્રી પાઓલા કોર્ટેલેસી, કેન્કોરા ડોમાની અને ઇન્ફલ્યુએન્સર સિયારા ફેરાગ્નીનો સમાવેશ થાય છે.

નકલી ફોટા પોસ્ટ કરવા અંગે ફરિયાદ કરનાર સૌપ્રથમ પીડી પાર્ટીના રાજકારણી વેલેરિયા કેમ્પાગ્ના હતા. ફેસબુક પોસ્ટમાં, તેમણે કહ્યું કે તેઓ આ ઘટનાથી નિરાશ અને ગુસ્સે છે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેમને ખબર પડી કે ફોટા પરમીશન વિના પોસ્ટ કરવામાં આવ્યા છે, ત્યારે તેઓ 'ચૂપ રહી શક્યા નહીં'.

તેમને લખ્યું, 'માત્ર સ્વિમસ્યુટમાં જ નહીં, પરંતુ આમાં મારા જાહેર અને પર્સનલ જીવનના ફોટોસ પણ હતા.' તેમને લખ્યું, 'આની નીચે અત્યંત અભદ્ર અને હિંસક કોમેન્ટ્સ હતી. હું ચૂપ રહી શકતી નથી, કારણ કે આ કહાની ફક્ત મારી નથી. તે આપણા બધા વિશે છે. સ્વતંત્ર રહેવાનો, ભય વિના જીવવાનો અને આદર મેળવવાનો અધિકાર છે.'

તેમના ઉપરાંત, પીડી રાજકારણીઓ એલેશિયા મોરાની, એલેસાન્ડ્રા મોરેટ્ટી અને લિયા ક્વાર્ટાપેલે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!