Home International Fact Check Viral Video Us Patriot Air Defense Iran False Claim

Fact Check : શું ઈરાને અમેરિકાના પેટ્રિયટ એર ડિફેન્સ, રડાર અને ફ્યુઅલ ટેક સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા? શું છે વાયરલ વીડિયોની હકીકત?

Patriot Air Defense
Published by: OBS Bureau
Last Updated: Jul 13, 2026, 03:03 PM IST

Patriot Air Defense: સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવે છે કે ઈરાને ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કરીને પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ, રડાર અને ફ્યુઅલ ટાંકને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. કેટલાક પોસ્ટ્સમાં તો આ વીડિયોને અમેરિકાની મોટી સૈન્ય હાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું કે આ દાવો ભ્રામક છે અને ઉપલબ્ધ વિશ્વસનીય માહિતી સાથે મેળ ખાતો નથી.

વાયરલ દાવામાં શું કહેવામાં આવી રહ્યું છે?

વાયરલ પોસ્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે ઈરાને અમેરિકાના ગલ્ફ બેઝ પર વિનાશકારી હુમલો કર્યો. પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ. રડાર અને ફ્યુઅલ સ્ટોરેજ પણ તબાહ થઈ ગયા. વાયરલ વીડિયો આ હુમલાનો પુરાવો હોવાનું કહેવામાં આવે છે. આ દાવાને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને કેટલાક વેબસાઇટ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે.

તપાસમાં શું સામે આવ્યું?

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઈરાને કરેલા હુમલાના અહેવાલ ખોટો છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં વધતા ડ્રોન અને મિસાઇલ જોખમોને ધ્યાનમાં રાખીને વિવિધ એર ડિફેન્સ સિસ્ટમોની તૈનાતીમાં ફેરફાર કર્યા હતા, વાયરલ દાવા મુજબ "અમેરિકાના પેટ્રિયટ એર ડિફેન્સનો સંપૂર્ણ નાશ" થયું તે ભ્રામક છે. આ વીડિયોમાં દેખાતા દ્રશ્યો સાઉથ કોરિયાના E-Land facility માં એક ભીષણ આગ ફાટી નીકળી હતી તેના છે.

વીડિયોમાં દેખાતી શું છે સમગ્ર ઘટના?

15 નવેમ્બર 2025ના રોજ દક્ષિણ કોરિયાના સૌથી મોટા ફેશન લોજિસ્ટિક્સ સેન્ટરોમાંથી એક E-Land facilityમાં એક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતને કારણે દક્ષિણ ચુંગચેઓંગ પ્રાંતના ચેઓનાનમાં આવેલી 'ઈ-લેન્ડ' (E-Land) ફેસિલિટી માત્ર એક ખાલી ખોખા જેવી રહી ગઈ છે અને અંદર રાખેલા લાખો વસ્ત્રો બળીને ખાખ થઈ ગયા છે. આગ વહેલી સવારે લગભગ ૬:૦૮ વાગ્યે, કર્મચારીઓ કામ પર પહોંચે તે પહેલાં લાગી હતી. દક્ષિણ ચુંગચેઓંગ પ્રાંતના ફાયર હેડક્વાર્ટરના જણાવ્યા અનુસાર, આગ વેરહાઉસના ચોથા માળેથી શરૂ થઈ હતી અને કપડાં તેમજ પગરખાંના વિશાળ સ્ટોકને કારણે તે ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ૧,૯૩,૦૦૦ ચોરસ મીટર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલી આ ઇમારતમાં ૧.૧ કરોડ (૧૧ મિલિયન)થી વધુ વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી.

કટોકટી પ્રતિભાવ ટીમોને તીવ્ર જ્વાળાઓ, કાળા ઘટ્ટ ધુમાડા અને અવરોધિત પ્રવેશદ્વારોનો સામનો કરવો પડ્યો હતો. એક કલાકની અંદર, ફાયર સત્તાવાળાઓએ 'લેવલ ૨' ઇમરજન્સી જાહેર કરી હતી, જેમાં ૪૩૦ કર્મચારીઓ, ૧૫૦ વાહનો અને ૧૧ હેલિકોપ્ટર કામે લગાડાયા હતા. મુખ્ય આગ પર ૯ કલાકથી વધુ સમયની જહેમત બાદ કાબૂ મેળવી શકાયો હતો, પરંતુ રાત્રે પણ અમુક જગ્યાએ આગ ધખતી રહી હતી. અગ્નિશામકોએ ઉલ્સાનથી લાવવામાં આવેલી દેશની એકમાત્ર હાઈ-કેપેસિટી વોટર કેનન સિસ્ટમ (પાણીનો મોટો ફુવારો) તૈનાત કરી હતી, જે પ્રતિ મિનિટ ૪૫,૦૦૦ લીટર પાણીનો છંટકાવ કરે છે-જે સામાન્ય ફાયર ટ્રકની ક્ષમતા કરતાં અંદાજે ૨૦ ગણી વધુ છે. સૂર્યાસ્ત પછી હેલિકોપ્ટરની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને ટીમોએ રાતોરાત આગને સંપૂર્ણપણે ઓલવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

નુકસાનની ગંભીરતા

નુકસાનનું પ્રમાણ ખૂબ જ ગંભીર છે. વેરહાઉસનો ઉત્તરીય ભાગ આંશિક રીતે તૂટી પડ્યો હતો, જ્યારે દક્ષિણ ભાગનો બહારનો હિસ્સો તીવ્ર ગરમી અને જ્વાળાઓને કારણે બરબાદ થઈ ગયો હતો. સાઇટ પર હાજર એક સ્ટ્રક્ચરલ એન્જિનિયરે જણાવ્યું હતું કે, અતિશય ગરમીના દબાણને કારણે ઇમારતના આંતરિક સપોર્ટ (થાંભલાઓ) અંદરથી જ નિષ્ફળ ગયા હોવાની શક્યતા છે. જો કે આગનું મુખ્ય કારણ હજી તપાસ હેઠળ છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ જ ફેસિલિટીમાં માત્ર નવ દિવસ પહેલા પણ એક નાની આગ લાગી હતી. 'ઈ-લેન્ડ ગ્રુપ'ના જણાવ્યા અનુસાર તે ઘટનાને આ આગ સાથે કોઈ સંબંધ નથી. તેમણે પુષ્ટિ કરી છે કે એકવાર સ્થળ સુરક્ષિત થઈ ગયા પછી તેની સંપૂર્ણ તપાસ શરૂ કરવામાં આવશે. વર્ષ ૨૦૧૪માં શરૂ થયેલી આ ફેસિલિટી વાર્ષિક ૫૦ લાખ (૫ મિલિયન) જેટલા પાર્સલની અવરજવરનું સંચાલન કરતી હતી.

આ દાવો ભ્રામક કેમ છે?

વાયરલ પોસ્ટ્સમાં "સંપૂર્ણ નાશ" જેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ઉપલબ્ધ વિશ્વસનીય અહેવાલો અમેરિકી એર ડિફેન્સ સિસ્ટમોના સંપૂર્ણ વિનાશની પુષ્ટિ કરતા નથી. સૈન્ય સંપત્તિના પુનઃતૈનાતી અને સુરક્ષા વ્યવસ્થામાં ફેરફારનો ઉલ્લેખ કરે છે. વાયરલ વીડિયોને અધિકૃત પુરાવા તરીકે સ્વીકારતા નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now