Home Health-lifestyle Excessive Use Of Masalas Can Be Harmful

અતિને ગતિ નથી હોતી : રસોડાના આ મસાલા બગાડી શકે છે સ્વાસ્થ્ય, વધુ પડતા ખાતા પહેલા જાણી લો આ વાત..

અતિને ગતિ નથી હોતી
Published by: OBS Bureau
Last Updated: Jan 07, 2025, 02:30 AM IST

ભારતીય મસાલા અને ખાણીપીણી દુનિયાભરમાં મશહુર છે. ભારતીય ભોજનને તેના મસાલા જ ખાસ બનાવે છે અને તે જ ઓળખ છે. આમ તો રસોડાના અનેક માસાલ ઔષધિય ગુણો ધરાવે છે.પરંતુ તેનું વધારે પડતું સેવન કરવામાં આવે્ તો નુકસાન થઈ શકે છે. આદુ, હળદર, લસણ આવા જ કેટલાક મસાલા છે. જેનો અનેક ઉપયોગ થાય છે.પરંતુ કોઈ પણ વસ્તુનું વધારે પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જરૂરથી વધુ મસાલાનો ઉપયોગ તબિયત ખરાબ કરી શકે છે. જેના વિશે જાણવું જરૂરી છે.

લવિંગ
સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ગરમ મસાલા તરીકે કરવામાં આવેછે. તેમાં હાઈ એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ ઈમ્યુનિટી વધારે છે. પરંતુ વધારે લવિંગ ખાવાથી લો બ્લડ શુગર લેવલ કે હાઈપોગ્લાઈસીમિયા થઈ શકે છે, જેનો સમય રહેતા ઈલાજ ન થાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

લસણ
શિયાળામાં લસણ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. તે બેક્ટેરિયા અને વાયરસ સામે લડવામાં, બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં, શરદી અને ઉધરસની સારવારમાં અને આંતરડા અને પેટના કેન્સરને રોકવામાં મદદ કરે છે. જો કે, વધુ પડતા ઉપયોગથી જઠરાંત્રિય સમસ્યાઓ, શ્વાસની દુર્ગંધ અને રક્તસ્રાવનું જોખમ વધી શકે છે. તે કેટલાક લોકોમાં પેટનું ફૂલવું, ગેસ અને પેટમાં દુખાવો પણ કરી શકે છે.

હળદર
હળદર ભારતીય ભોજનમાં ઉપયોગમાં લેવાતો સૌથી વધુ લોકપ્રિય મસાલો છે.તેનો ઉપયોગ ઈન્ફેક્શન, પાચન સમસ્યાઓ અને દુખાવામાં રાહત મેળવવા માટે થાય છે.જો કે, હળદરને વધુ માત્રામાં ખાવામાં આવે્ તો કબજિયાત, ઉલટી, અપચો, ગેસ અને એસિડ રિફલ્ક્સનું કારણ બની શકે છે.

આદુ
આદુ લગભગ દરેક રસોઈમાં મળે છે. કોઈ શાક હોય કે ગરમાગરમી ચા, આદુ વિના અધુરી છે. તેના વિના સ્વાદમાં બધી વસ્તુ બેકાર લાગે છે. પરંતુ વધુ પડતા આદુથી હાર્ટબર્ન, ડાયેરિયા અને મોઢામાં બળતરા થઈ શકે છે. તે રક્તસ્રાવ અને કેટલીક હૃદય સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, તેને અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞોની સલાહ લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now