Home Gujarat Everything You Need To Know About Coldplay In Ahmedabad

શું છે કોલ્ડપ્લે? : જેને સાંભળવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે એ કોલ્ડપ્લે વિશે જાણો બધુ જ

શું છે કોલ્ડપ્લે?
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 09:19 AM IST

અત્યારે ચોરેને ચૌટે એક જ શબ્દ સાંભળવા મળી રહ્યો છે, અને તે છે કોલ્ડ પ્લે. જેની ટિકિટ લેવા માટે લોકો પાણીની જેમ પૈસા વહાવવા તૈયાર થઈ ગયા છે. એક એક ટિકિટ 10 10 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે. અને લોકો હજારો કિલોમીટર દૂરથી કોન્સર્ટ માટે આવી રહ્યા છે. કોલેજ, પાનનો ગલ્લો હોય કે ઓફિસ બધે જ કોલ્ડ પ્લેની ચર્ચા છે. એટલે જ અમે આપના માટે આ ખાસ આર્ટિકલ લાવ્યા છે. જેમાં આપ્યા તમામ સવાલોના જવાબ મેળવીશું.

કોલ્ડ પ્લે શું છે?

કોલ્ડપ્લે એક બ્રિટીશ રોક બેન્ડ છે. તેની શરૂઆત 1997માં લંડનમાં થઈ હતી. તેઓ તેમના લાઈવ પર્ફોર્મન્સ માટે જાણીતા છે. કારણ કે તેઓ તેમની કલાથી લોકપ્રિય સંસ્કૃતિને પ્રભાવિત કરે છે. આ બેન્ડમાં હવે જોની બકલેન્ડ, ક્રિસ માર્ટિન, ગાય બેલીમેન અને વિલ ચેમ્પિયનનો સમાવેશ થાય છે.

કોલ્ડ પ્લેની શરૂઆત કેવી રીતે થઈ?

ક્રિસ માર્ટિન અને જોન બકલેન્ડ વર્ષ 1996માં લંડનની એક યૂનિવર્સટીમાં મળ્યા હતા. ત્યારે તેમને એક અહેસાસ થયો કે , તેમનું પેશન એક સમાન છે.એટલે બંને સાથે પફોર્મ કરવા લાગ્યા. ક્રિસ અને જોની પહેલા બિન ફેટ નોઈસેઝ અને પેક્ટોરાલ્ઝના નામથી જાણીતા હતા. પછી એક વર્ષ બાદ તેમની મુલાકાત ગાય બેરીમેન સાથે થઈ અને તેઓ પણ સાથે જોડાયા. એ સમયે બેન્ડનું નામ સ્ટારફિશ રાખવામાં આવ્યું હતું. જે બાદ તેને બદલીને કોલ્ડ પ્લે રાખવામાં આવ્યું.

ભારતમાં આટલી દીવાનગી કેમ?
કોલ્ડપ્લે બેંડને તેમના શાનદાર ગીતો માટે મ્યૂઝિકનો સૌથી મોટો અવોર્ડ ગ્રેમી મળી ચુક્યો છે. દુનિયાભરમાં આ બેન્ડ માટે ખૂબ જ દીવાનગી છે અને આવો જ ક્રેઝ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લે બેન્ડ 9 વર્ષ પછી ભારતમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યું છે. 2016 માં ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલ દરમિયાન ભારતમાં કોલ્ડપ્લે રજૂ કરવામાં આવ્યું હતું. 2016 માં જ, વારાણસીમાં શૂટ થયેલ કોલ્ડપ્લેનું ગીત 'હિમન ફોર ધ વીકેન્ડ' રિલીઝ થયું હતું, જેમાં બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર પણ જોવા મળી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now