World’s Most Poisonous Fish: દુનિયાની સૌથી ઝેરી માછલી, જેના ઝેરનું એક ટીપું આખા શહેરને બરબાદ કરી શકે છે. દુનિયા અસંખ્ય ઝેરી જીવોનું ઘર છે. આમાંથી કેટલાક એટલા ઝેરી છે કે, તે તમને મારી પણ શકે છે. જાણો એવા એક ઝેરી પ્રાણી વિશે, જેનો માત્ર સ્પર્શ મૃત્યુનું કારણ બની શકે છે.
સ્ટોનફિશ
આ જે પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ છે સ્ટોનફિશ. પથ્થર જેવી દેખાતી આ માછલીને સ્પર્શ કરવાથી જ તમે મરી શકો છો. એટલા માટે દરિયા કિનારે ચેતવણી લખેલી છે કે, જો તમે આવા પ્રાણીને જુઓ તો તરત જ ભાગી જાઓ અને તમારો જીવ બચાવો.
સ્ટોનફિશ વિશ્વની સૌથી ઝેરી માછલી
આ પથ્થરની માછલી વિશ્વમાં Tropic of Capricornની આસપાસના દરિયામાં જોવા મળે છે. આ માછલીની રચના પથ્થરો જેવી છે જેના કારણે લોકો તેને ઓળખી શકતા નથી અને તેનો શિકાર બની જાય છે.
સ્ટોનફિશના ઝેરથી કેવી રીતે બચવું
જો તમે સ્ટોનફિશ પર પગ મુકો છો, તો તે શરીરના વજન જેટલું ન્યુરોટોક્સિન છોડે છે. જો તમારા શરીરના કોઈપણ ભાગને આ માછલીના ઝેરથી અસર થઈ હોય, તો તમારા જીવનને બચાવવા માટે તેને તાત્કાલિક કાપી નાખો.
ઝેર છોડવાની ગતિ
આ માછલી દુનિયાની અન્ય માછલીઓથી તદ્દન અલગ છે, છતાં તે બધી માછલીઓમાં સૌથી ખતરનાક છે. તેનો ઝેર છોડવાની ગતિ ખૂબ જ વધારે છે. તેને સ્પર્શ કર્યા પછી, તે 0.5 સેકન્ડમાં તેનું ઝેર છોડી દે છે.
ઝેરની અસર
આ માછલીના ઝેરની વાત કરીએ તો, તેનું એક ટીપું પણ શહેરનો નાશ કરવા માટે પૂરતું છે. જો ઝેરનું એક ટીપું પણ શહેરના પાણીમાં ઓગળી જાય, તો તે શહેરના દરેક વ્યક્તિને મારી શકે છે.






