અમેરિકાના નવા 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ પર વિશ્વભરના દિગ્ગજોની નજર છે. પરંતુ શપથગ્રહણ પહેલાં દુનિયાભરના નેતાઓએ ટ્રંપ અંગે પોતાના વિચારો રાખ્યા છે. ફ્રાંસના પ્રધાનમંત્રી ફ્રાન્કોઈસ બાયરુએ એવો દાવો કર્યો છે કે જો યુરોપ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ માટે કઈ ના કર્યું તો ટ્રંપ તેમના પર હાવી થઈ જશે.
ફ્રેન્ચ પ્રધાનંત્રીએ શું કહ્યું?
ફ્રેન્ચ પ્રધાનમંત્રીએ કહ્યું કે ટ્રંપના શપથગ્રાહણ સાથે અમે અવિશ્વસનીય રીતે પ્રભુત્વ ધરાવતું રાજકારણ નક્કી કર્યું છે... જો અમે કંઈ નહીં કરીએ તો અમારા પર પ્રભુત્વ સ્થાપિત કરવામાં આવશે, અમને કચડી નાખવામાં આવશે, અને મજાક બની જઈશું. બાકી આગળનું ફ્રાન્સ અને યુરોપના લોકો પર નિર્ભર છે.





