Home International Europe Most Wanted Criminal And A Drug Peddler Marco Ebben Gets Killed In A Gangwar

યુરોપમાં મોસ્ટ વૉન્ટેડ : ડ્રગ તસ્કરની હત્યા

યુરોપમાં મોસ્ટ વૉન્ટેડ
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 04:37 AM IST

યુરોપના મોસ્ટ વોન્ટેડમાનાં એક ડ્રગ તસ્કર માર્કો ઈબેનની મેક્સિકોમાં હત્યા કરવામાં આવી. એક અધિકારીએ શુક્રવારે (14 ફેબ્રુઆરી) આ માહિતી આપા જણાવ્યું કે મેક્સિકો સિટીથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલા એટિઝાપન ડી ઝારાગોઝા શહેરમાં ગોળી મારવામાં આવી હતી.

નિષ્ણાતોએ ઇબેનની ઓળખ અને મૃત્યુની પુષ્ટિ કરી છે, અધિકારીએ નામ ન આપવાની શરતે AFPને જણાવ્યું હતું કે 32 વર્ષીય માર્કો ઇબેને અગાઉ એક વખત સજાથી બચવા માટે મૃત્યુનો ઢોંગ કર્યો હતો અને પછી ભાગી ગયો હતો.

એબેનને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

યુરોપિયન એજન્સી યુરોપોલે યુરોપના મોસ્ટ વોન્ટેડનીની લિસ્ટમાં ડ્રગ તસ્કર માર્કો ઈબેનનો સમાવેશ કર્યો હતો. ઈબેન પર બ્રાઝિલથી નેધરલેન્ડમાં ડ્રગ્સની તસ્કરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. યુરોપોલએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે તેને ઓક્ટોબર 2020માં સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સજા અને ધરપકડથી બચવા માટે એબેને ગત વર્ષે સિનાલોઆ કાર્ટેલના બે જૂથો વચ્ચે ગેંગ વોરમાં મરવાનો ઢોંગ પણ કર્યો હતો.

તે સમયે, ઇબેનની માત્ર એક ગર્લફ્રેન્ડે મૃતદેહ જોયો હોવાનો દાવો કર્યો હતો. યુરોપોલ અનુસાર, 2014થી 2015ની વચ્ચે માર્કો ઇબેન અને તેના સાથીઓએ 400 કિલો કોકેઈનની તસ્કરી કરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક