Home Entertainment Entertainment Vikrant Massey Will Play Villain Role In Don 3

DON-3માં વિલન થઈ ગયો નક્કી! : બાલિકાવધૂ ફેમ એકટર રણવીરસિંહ સામે ભજવશે ખૂંખાર ખલનાયકની ભૂમિકા

DON-3માં વિલન થઈ ગયો નક્કી!
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 04:07 PM IST

ફરહાન અખ્તરે પોતાની ડૉન ફ્રેન્ચાઈઝની ત્રીજી સિકવલ ડૉન-3 પર કામ શરૂ કરી દીધુ છે, થોડા દિવસો પહેલા અફવા ફેલાઈ હતી કે આ ફિલ્મને ડબ્બામાં બંધ કરી દેવાઈ છે, પરંતુ મેકર્સે આ વાતનો રદિયો આપ્યો હતો. હવે આ ફિલ્મને લઈ નવી અપડેટ સામે આવી છે.  રણવીરસિંહ અને કિયારા અડવાણી સ્ટારર આ ફિલ્મમાં વિલન તરીકે વિક્રાંત મેસ્સીને સાઈન કરવામાં આવ્યો છે... વિક્રાંત મેસ્સી છેલ્લે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મમાં જોવા મળ્યો હતો.  આ સિવાય 12 ફેઈલ ફિલ્મમાં મનોજકુમાર શર્માના પાત્રથી તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી... 12 ફેઈલ ફેમ આ અભિનેતા હવે ડૉન-3માં નેગેટિવ રૉલમાં જોવા મળશે...


ચોકલેટી બોયની ઈમેજ રાખનારા વિક્રાંત મેસ્સીને ડૉન-3માં વિલન તરીકે જોવું દિલચસ્પ રહેશે.  મહત્વનું છે કે ગત વર્ષે OTT પર રિલીઝ થયેલી ફિલ્મ સેકટર-36માં તેમણે સાઈકો કિલરની ભૂમિકા ભજવીને પોતાની એકટિંગની છાપ છોડી હતી.  ફિલ્મફેરના રિપોર્ટમાં વિક્રાંત મેસ્સીને ડૉન-3 માટે ફાઈનલ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ વર્ષે જ શરૂ થશે ડૉન-3નું શુટિંગ

જો કે વિક્રાંત મેસ્સી અને ફરહાન અખ્તરે  કાસ્ટિંગને લઈ આધિકારીક રીતે કોઈ નિવેદન આપ્યું નથી.  ઓગસ્ટ-2023માં ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે ડૉનની ફ્રેન્ચાઈઝીમાં શાહરૂખ ખાનનું સ્થાન રણવીર સિંહ લેશે...  હવે કહેવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષમાં જ શરૂ થઈ શકે છે.  ડૉન-3માં શાહરૂખ ખાન ના હોવાના કારણે ફેન્સ પહેલેથી નારાજ છે.  કેમ કે વર્ષ 2006માં આવેલી ડૉન અને વર્ષ 2011માં આવેલી ડૉન-2માં શાહરૂખ ખાન જ હતા... શાહરૂખ ખાનના શાનદાર અભિનયના કારણે ફેન્સ અન્ય અભિનેતાને સ્વીકારવા તૈયાર નથી. જો કે ડૉન ફિલ્મ વર્ષ 1978માં આવેલી અમિતાભ બચ્ચનની ડૉનની જ રિમેક છે, જેને સલીમ-જાવેદે લખી હતી.

આંખો કી ગુસ્તાખિયાનું વિક્રાંત કરી રહ્યો છે શૂટિંગ


વિક્રાંત મેસ્સી હાલ શનાયા કપૂર સાથે આંખો કી ગુસ્તાખિયા ફિલ્મનું શુટિંગ કરી રહ્યો છે.  સંતોષ સિંહ આ ફિલ્મના ડિરેકટર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now