Home Entertainment Entertainment Vicky Kaushal Recall Struggle Days B94d9f5f 4832 42bf A172 C63c221f1ae6

ચાલીમાં વીત્યું બાળપણ, રૂ.1,500 હતો પહેલો પગાર : સંઘર્ષના દિવસો વિશે વિક્કી કૌશલે કરી ઘણી બધી વાતો

ચાલીમાં વીત્યું બાળપણ, રૂ.1,500 હતો પહેલો પગાર
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2025, 06:54 PM IST

બોલિવૂડ એકટર વિક્કી કૌશલ તેમની ફિલ્મ છાવાના કારણે સતત ચર્ચામાં છે. વિક્કી કૌશલ ફિલ્મના પ્રમોશન દરમિયાન ઈન્ટરવ્યૂ આપી રહ્યા છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં તેમણે પોતાના સંઘર્ષની વાત કરી. વિક્કી કૌશલ કહે છે કે એક સમયે તેઓ ચાલીમાં રહેતા હતા, અને તેમની પહેલી રૂ.1500 સેલેરી હતી. વિક્કી ભલે એકશન ડિરેકટર શ્યામ કૌશલના પુત્ર છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં જગ્યા તેમણે પોતાની મહેનતથી બનાવી છે.

વિક્કીના ફેન્સ માટે તેમનો સંઘર્ષ પ્રેરણાદાયી છે. એક સમયે તેઓ 10/10ની ચાલીમાં રહેતા હતા, તે બાદ તેમણે જે સફર સર કર્યો તે યુવાઓને ઈન્સપાયર કરનારો છે. પોતાના સંઘર્ષની વાત કરતા વિક્કી કૌશલ કહે છે કે મારો જન્મ ચાલીમાં જ થયો છે, મારા માતા-પિતાને ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. અમે તો નાના હતા,ત્યારે અમને સંઘર્ષ શું હોય એ જ ખબર નહોંતી પડતી.  વિક્કી એમ પણ કહે છે કે- હું મારા સંઘર્ષને ગ્લોરીફાય કરવા માગતો નથી, કારણકે દરેકના જીવનમાં ચેલેન્જીસ હોય છે. હોઈ શકે કે મારી સ્થિતિ બીજા કરતા ઘણી સારી રહેશે.

 

જીવનમાં સંઘર્ષ જરૂરી છે

વિક્કીના કહેવા મુજબ- જ્યા સુધી જીવનમાં સંઘર્ષ કરતા રહેશો ત્યા સુધી કોઈને કોઈ વસ્તુની ઉણપ રહેવાની જ છે. જીવનના સંઘર્ષની આપણે ઉજવણી કરવી જોઈએ. જો સંઘર્ષ જ ના કર્યો હોય તો ઈન્ટરવ્યૂમાં શેની વાત કરશો?

 

કેટલી હતી સેલરી?

વિક્કી કૌશલ પોતાની સેલરી વિશે વાત કરતા કહે છે કે જ્યારે હું થિયેટરમાં હતો ત્યારે રૂ.1,500નો ચેક મને મળ્યો હતો. તે સમયે હું પ્રોડકશનમાં કામ કરતો હતો, મેં મારા ચેકને બેગમાં રાખ્યો હતો, અને એ બેગને જોરથી પકડી રાખી હતી, કારણકે ડર હતો કે તે બેગ ખોવાઈ ના જાય. એકસમયે રૂ.1,500 સેલરી લેનારા વિકી કૌશલ આજે એક ફિલ્મમાં કામ કરવા માટે રૂ.20 કરોડ સુધીની ફી લે છે.  વિક્કી કૌશલની છાવા ફિલ્મ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  આ ફિલ્મમાં વિક્કી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મહત્વના પાત્રમાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now