Home Entertainment Entertainment Saif Ali Khan Security Now Handle By Ronit Roy Company

બોલિવુડનો વિલન હવે સૈફ અલી ખાન માટે બનશે રક્ષાકવચ : ફિલ્મ સિતારાઓ સાથે રહ્યા છે વર્ષોથી સબંધ

બોલિવુડનો વિલન હવે સૈફ અલી ખાન માટે બનશે રક્ષાકવચ
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2025, 05:45 AM IST

બોલિવૂડ એકટર સૈફ અલી ખાનને ડિસ્ચાર્જ મળી ગયુ છે. લીલાવતી હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ સૈફના ચહેરા પર રોનક જોવા મળી હતી, તેમણે મીડિયા અને ફેન્સનું અભિવાદન ઝીલ્યુ હતું.  હાઈ સિક્યોરિટી વચ્ચે તેમને લઈ જવામાં આવ્યા હતા. મહત્વનું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈફ અલી ખાનને તેમના આવાસ સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં નહીં રાખવામાં આવે. થોડા દિવસ માટે સૈફ તેમની ઓફિસ જ્યા આવેલી છે તે એપાર્ટમેન્ટમાં રહૈશે. સૈફ અલી ખાનનો સામાન પણ શિફ્ટ કરવામાં આવ્યો છે.

મિ.બજાજ સંભાળશે સૈફની સુરક્ષા


સૈફ પર હુમલાની ઘટના બાદ પરિવાર તેની સુરક્ષાને લઈ વધારે એલર્ટ થઈ ગયો છે. સૈફ અલી ખાનના પરિવારની સુરક્ષાની જવાબદારી હવે બોલિવૂડના વિલનના હાથમાં આપવામાં આવી છે. હુમલાની ઘટના બાદ સૈફ અને કરિનાએ પોતાની સિક્યોરિટીમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે.  સુરક્ષાની જવાબદારી ટીવી અને ફિલ્મ જગતના નામાંકિત રોનિત રોયને આપવામાં આવી છે. રોનિત રોયની સિક્યોરિટી એજન્સી હવે સૈફ પરિવારની સુરક્ષાની કમાન સંભાળશે.

મહત્વનું છે કે રોનિત રોય પહેલેથી અનેક ફિલ્મી સિતારાઓની સુરક્ષાની જવાબદારી સંભાળતા આવ્યા છે.  રોનિત રોયની સુરક્ષા એજન્સીનું નામ એસસ્કોવોર્ડ સિક્યોરિટી સર્વિસ એન્ડ પ્રોટેકશન છે. તેમની કંપની અમિતાભ બચ્ચન, અક્ષયકુમાર, કૈટરીના કૈફ અને કરણ જોહર જેવા ફિલ્મી સિતારાઓ માટે કામ કરી ચૂકી છે.  રોનિત રોય છેલ્લા 25 વર્ષથી સિક્યોરિટી કંપની ચલાવે છે. વર્ષ 2000માં આ કંપનીની શરૂઆત તેમણે આમિર ખાનની સુરક્ષા સાથે કરી હતી.

રોનિત રોય અને તેની કંપની તરફથી સૈફની સુરક્ષાને લઈ વધારે જાણકારી આપવામાં આવી નથી. રોનિત રોયે 90ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેમને લોકપ્રિયતા ટીવી સિરિયલોમાં મળી. તે બાદ અનેક ફિલ્મોમાં તેમણે વિલનની ભૂમિકા ભજવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now