Home Entertainment Entertainment Kartik Aryan Rumoured Affair With Shreeleela South Actress

પુષ્પાની આ હીરોઈન સાથે કાર્તિક આર્યનનું ઈલુ-ઈલુ : દિવાળી પર રિલીઝ થઈ રહી છે બંનેની ફિલ્મ

પુષ્પાની આ હીરોઈન સાથે કાર્તિક આર્યનનું ઈલુ-ઈલુ
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 06:40 PM IST

KARTIK AARYAN-SHREELEELA: પુષ્પા 2ના એક ગીતમાં પોતાની ડાન્સિંગ સ્કિલ્સથી સૌનું દિલ જીતી ચૂકેલી શ્રીલીલાએ તાજેતરમાં બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યનના ફેમિલી પાર્ટીમાં હાજરી આપી અને ત્યાં ધમાકેદાર ડાન્સ પણ કર્યો. હવે શ્રીલીલાનો આ ડાન્સ વિડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.


શ્રીલીલાનો ડાન્સ
સાઉથની અભિનેત્રી શ્રીલીલાનો એક વડિયો સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યો છે, જેમાં તે જોરદાર ડાન્સ કરતી નજરે પડી રહી છે. સાથે જ ત્યાં હાજર કાર્તિક આર્યન તેનો વડિયો બનાવતા જોવા મળે છે.હકીકતમાં,આ વીડિયો કાર્તિકની ફેમિલી પાર્ટીનો છે, જેમાં બંનેના ચહેરા પર એકબીજાની હાજરીની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. શ્રીલીલાનો આનંદથી ભરેલો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે બંનેની ડેટિંગની અફવાઓને વધુ બળ મળ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટી કાર્તિકની બહેનની બર્થડેની હતી.

મસ્ત કલંદર’ ગીત પર શ્રીલીલાનો ધમાકેદાર ડાન્સ

વીડિયો જોવા ક્લિક કરો

Reddit પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શ્રીલીલાએ ‘મસ્ત કલંદર’ ગીત પર ગજબનો ડાન્સ કર્યો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે શ્રીલીલા પાર્ટીમાં હાજર બધાની સાથે ડાન્સ કરી રહી છે. વીડિયોમાં કાર્તિક આર્યનને હસતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. હકીકતમાં, આ પાર્ટી કાર્તિકની બહેન કૃતિકા તિવારી માટે રાખવામાં આવી હતી, જેણે તાજેતરમાં પોતાની મેડિકલ ડિગ્રી પૂરી કરી છે અને હવે એક ડોક્ટર બની ગઈ છે.

શ્રીલીલા અને કાર્તિક આર્યન એક ફિલ્મમાં સાથે દેખાશે


સાઉથની લોકપ્રિય અભિનેત્રી શ્રીલીલા અને કાર્તિક આર્યન એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મ શ્રીલીલાનું બૉલીવુડ ડેબ્યૂ હશે. આ ફિલ્મના દિગ્દર્શક અનુરાગ બાસુ છે અને તેનું ટીઝર ગયા મહિને રિલીઝ કરવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં આ ફિલ્મની શૂટિંગ ચાલુ છે. ફેન્સ આ ફિલ્મને આશિકી- 3 ગણાવી રહ્યા છે પરંતુ મેકર્સે કોઈ સ્પષ્ટતા કરી નથી.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now