Home Entertainment Entertainment Bollywood Salman Khan Carrer Biggest Flop Film Ever Marygold Film Cd3a0fcd E179 40c7 Ab7b 96739e8e200c Cd3a0fcd E179 40c7 Ab7b 96739e8e200c

સલમાનની કારકિર્દીની સૌથી મોટી ફલોપ ફિલ્મ : એક એવી ફિલ્મ જે બાદ ડિરેકટરે ઈન્ડસ્ટ્રી છોડી દીધી

સલમાનની કારકિર્દીની સૌથી મોટી ફલોપ ફિલ્મ
Published by: OBS Bureau
Last Updated: Feb 26, 2025, 08:01 AM IST

 સલમાન ખાન બોલિવૂડમાં છેલ્લા 30 વર્ષથી સક્રિય છે અને ભારતીય સિનેમામાં બોક્સ ઑફિસ પર સૌથી વધુ કમાણી કરનારા સ્ટાર્સમાંથી એક છે. વર્ષ 1989માં 'મેને પ્યાર કિયા' થી ડેબ્યુ કરનાર સલમાન ખાને એકથી એક હિટ ફિલ્મો આપી છે. જોકે, સલમાનની ઘણી ફ્લોપ ફિલ્મો પણ રહી છે, પરંતુ અહીં અમે તેની એવી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છીએ કે જે માત્ર ફ્લોપ જ ના રહી, પણ આ ફિલ્મના ડિરેક્ટરને કાયમ માટે ફિલ્મ બનાવવાનું છોડવું પડ્યું.  સલમાન જેને હિટ ફિલ્મોની ગેરંટી માનવામાં આવે છે, ત્યાં તેમની ઘણી ફિલ્મો ભૂતકાળમાં ડિઝાસ્ટર પણ રહી છે. અહીં જે ફિલ્મની વાત થઈ રહી છે, તે બનાવવામાં મેકર્સે અંદાજે 19 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પરંતુ આ ફિલ્મે માત્ર 2 કરોડ રૂપિયાનું જ કલેક્શન કર્યું હતું.

'વોન્ટેડ'ની રિલીઝથી બે વર્ષ પહેલાંની વાત
વર્ષ 2007માં, સલમાન ખાન તેમના કરિયરના ઉતાર-ચઢાવવાળા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. 90ના દાયકાનો સલમાનનો જાદૂ ઓસરવા લાગ્યો હતો. તેમ છતાંસલમાન શાહરુખ અને આમિર ખાન સાથે બોલિવૂડના ટોચના કલાકારોમાં સામેલ હતા. 'વોન્ટેડ' રિલીઝ થવામાં હજુ બે વર્ષ બાકી હતા. આ જ દરમિયાન, સલમાન ખાનને હોલિવૂડ ડિરેક્ટર વિલાર્ડ કેરોલે તેમની ફિલ્મ 'મેરીગોલ્ડ'માં કાસ્ટ કર્યા.

'મેરીગોલ્ડ' ઊંધા માથે પછડાઈ


વિલાર્ડ કેરોલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં અમેરિકન અભિનેત્રી એલી લાર્ટર, સલમાન ખાન સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મની કહાની એક અમેરિકન છોકરીની હતી, જે ભારત આવે છે અને સલમાનના પાત્ર સાથે પ્રેમમાં પડી જાય છે.

હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં બનેલી આ  મ્યુઝિકલ ફિલ્મ 17 ઓગસ્ટ 2007ના રોજ રિલીઝ થઈ હતી. મેકર્સને આ ફિલ્મ પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ 'મેરીગોલ્ડ' બોક્સ ઑફિસ પર મેગા ફલોપ સાબિત થઈ હતી. ફિલ્મે પ્રથમ દિવસે માત્ર 21 લાખ રૂપિયાની કમાણી થઈ હતી.


અજીબ સ્ટોરીલાઈન લોકોને પસંદ ના આવી

'મેરીગોલ્ડ' ને વિવેચકો તરફથી ઘણા ખરાબ રિવ્યૂ મળ્યા. મેકિંગના દ્રષ્ટિએ ફિલ્મને અત્યંત નબળી ગણવામાં આવી. 'મેરીગોલ્ડ' એ મેકર્સનો નિષ્ફળ પ્રયાસ હતો, જે દર્શકોને પસંદ ના આવ્યો



ભારતીયોની સાથે વિદેશી દર્શકોને ફિલ્મ ગમી નહીં

 આ ફિલ્મ ભારતીય દર્શકો માટે  સાફ-સુથરી તો વિદેશી દર્શકોને ખૂબ જ દેશી લાગી..  આ ફિલ્મની કમાણી 'ચક દે ઈન્ડિયા' સામે ડગમગી ગઈ, જે એક અઠવાડિયા અગાઉ રિલીઝ થઈ હતી. તે જ સમયે રિલીઝ થયેલી 'ટ્રાન્સફોર્મર્સ' ફિલ્મ આગળ તે ધોવાઈ ગઈ હતી.


વિલાર્ડ કેરોલે ઈન્ડસ્ટ્રી છોડી દીધી
વિલાર્ડ કેરોલે આ ફિલ્મ પહેલા 'ધ રનસ્ટોન', 'પ્લેઇંગ બાય હાર્ટ' અને 'ટોમ્સ મિડનાઈટ ગાર્ડન' જેવી ફિલ્મો બનાવી હતી. 'મેરીગોલ્ડ' એક દિગ્દર્શક તરીકે તેમની છેલ્લી ફિલ્મ સાબિત થઈ. સલમાન ખાનની આ ફિલ્મ પછી, તેમણે ફિલ્મ લેખન અને નિર્માણમાંથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી દીધા. ફિલ્મની મુખ્ય અભિનેત્રી એલી લાર્ટર પણ હોલિવૂડમાં એક જાણીતી અભિનેત્રી હતી, જેણે 'લીગલી બ્લોન્ડ', 'ફાઇનલ ડેસ્ટિનેશન' અને ટીવી શો 'હીરોઝ'માં સહ-અભિનેત્રીની ભૂમિકાઓ ભજવી હતી. 'મેરીગોલ્ડ' તેમની એકમાત્ર હિન્દી ફિલ્મ સાબિત થઈ અને ત્યાર બાદ તેમણે કદી પણ બોલિવૂડ તરફ પાછું જોયું નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now