Home Entertainment Entertainment Bollywood Madhuri Dixit First Offered Role Of Tabu In Hum Saath Saath Hai

માધુરી દીક્ષિતને કઈ વાતનો કાયમ રહ્યો અફસોસ : અજય દેવગનની હીરોઈનના હાથમાં આવી તેમની ફિલ્મ

માધુરી દીક્ષિતને કઈ વાતનો કાયમ રહ્યો અફસોસ
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2025, 03:43 PM IST

વર્ષ 1994માં આવેલી સલમાન ખાન અને માધુરી દીક્ષિતની ફિલ્મ 'હમ આપકે હૈ કૌન' એ લોકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી દીધી હતી. ખાસ કરીને સલમાન અને માધુરીની જોડીએ દર્શકોનું દિલ જીતી લીધું હતું.  આ બંને કલાકાર એક બીજી ફિલ્મમાં પણ બંને સાથે દેખાવાના હતા પરંતુ માધુરી આ ફિલ્મમાંથી બહાર થઈ ગઈ અને અજય દેવગનની હિરોઈનને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળી ગયો.

                    
માધુરી હતી સૂરજ બડજાત્યાની પહેલી પસંદ


વર્ષ 1999માં ફિલ્મ 'હમ સાથ-સાથ હે' સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં પહેલા તબ્બુના રોલ માટે માધુરી દીક્ષિતની પસંદગી કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તબ્બુના પાત્રને સલમાનની મોટી ભાભીનું પાત્ર ભજવવાનું હતું, અને એક દ્રશ્યમાં સલમાન ખાનને પગ પણ લાગવાના હોય છે... બસ આ પગ લાગવાના દ્રશ્યના કારણે માધુરીને સાઈન ના કરવામાં આવી... તે બાદ આ રોલ તબ્બુએ ભજવ્યો હતો... આ રીતે માધુરીના હાથમાંથી આ સુપરહિટ ફિલ્મ છટકી ગઈ અને આ તક અજય દેવગન સાથે અનેક ફિલ્મોમં કામ કરી ચૂકેલી તબ્બૂને મળી. આ ફિલ્મમાં તબ્બૂએ ઘરની મોટી વહુનું પાત્ર ભજવીને લોકોની ખૂબ પ્રશંસા મેળવી હતી. માધુરીએ તેમના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સૂરજ બડજાત્યાએ તેમને ફિલ્મમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ તો આ ફિલ્મ કરવા માંગતી હતી. માધુરીએ ખુલાસો કર્યો હતો કે હમ સાથ-સાથ હેમાં સલમાન ખાન અને સૈફ અલી ખાનની ભાભીનો રોલ તેમણે નકાર્યો નહોતો.


ભાભીના રોલમાં દર્શકો ના સ્વીકારતા

માધુરી દીક્ષિતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'હમ સાથ-સાથ હે'ના મેકર્સને લાગ્યું કે જો હું સલમાનની ભાભીનો રોલ ભજવશ, તો તે થોડું અજીબ લાગશે. કારણ કે જો તે મારા પગ છૂશે, તો લોકોને કદાચ આ યોગ્ય નહીં લાગે.' કારણકે આ અગાઉ સલમાન-માધુરીની જોડી ફિલ્મોમાં સુપરહિટ રહી હતી...


તબ્બુની કિસ્મત ખુલી ગઈ


કહેવાય છે કે જો માધુરી દીક્ષિતે આ ફિલ્મ કરી હોત, તો તેમના હિટ ફિલ્મોની યાદીમાં એક વધુ સુપરહિટ ફિલ્મ જોડાઈ જાત. એ કહેવામાં જરાપણ અતિશ્યોક્તિ નહીં થાય કે આ ફિલ્મતબ્બુ માટે જેકપોટ સમાન સાબિત થઈ હતીકારણ કે આ પારિવારિક ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી  હતી. મહત્વનું છે કે આ ફિલ્મમાં કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાનની જોડીને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી.

माधुरी ने अपनी बात आगे रखते हुए कहा, 'ये बात पूरी तरह गलत है कि मैंने फिल्म को रिजेक्ट किया

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now