Archita Phukan: Instagram પર Babydoll Archi તરીકે જાણીતી આસામની ઈન્ફ્લુએન્સર અર્ચિતા ફુકનની અમેરિકન એડલ્ટ સ્ટાર સાથેની તસવીર હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહી છે. બેબીડોલ આર્ચી અને અમેરિકાની એડલ્ટ સ્ટાર કેન્ડ્રા લસ્ટની તસવીર હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ તસવીરોમાં આર્ચી અને કેન્ડ્રા બન્ને સ્માઈલિંગ ફેસ સાથે પોઝ આપતા દેખાઈ રહ્યાં છે. ગણતરીની મિનિટોમાં આ તસવીરને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોઈ લીધી છે. ખુબ ઝડપથી આ તસવીર વાયરલ થતાં અર્ચિતાએ પણ આ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે.
કોણ છે બેબીડોલ આર્ચી?
સોશિયલ મીડિયા પર બેબી આર્ચી ડોલ તરીકે જાણીતી અર્ચિતા ફુકન મૂળ આસામની રહેવાસી છે. પોતાના અનોખા અંદાજને કારણે આર્ચી ઈન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ ધરાવે છે. તેમના એકાઉન્ટ પર 6.7 લાખથી વધુ ફોલોઅર્સ છે. અર્ચિતા મુખ્યત્વે ફેશન, લાઇફસ્ટાઇલ અને ગ્લેમરસ લુક પર આધારિત સામગ્રી શેર કરે છે. યુટ્યુબ અને રીલ્સ પર તેમના વિડિઓઝ ખુબ જ લોકપ્રિય છે. તેમનું નામ પહેલાથી જ સોશિયલ મીડિયામાં જાણીતી ઇન્ફ્લુએન્સર તરીકે ગણાય છે. તે અગાઉ IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ટેકો આપતાં પણ ચર્ચામાં આવી હતી.
ફોટો વાયરલ થતાં વિવાદ થયો છેઃ
તાજેતરમાં કેન્ડ્રા લસ્ટ સાથેનો અર્ચિતાનો ફોટો ઇન્ટરનેટ પર સામે આવતા, અનેક ભાષામાં ચર્ચા શરૂ થઈ ગઈ. ઘણાં લોકોએ તેને વિવિધ દ્રષ્ટિકોણથી જોયું – કેટલીક રીતે પ્રશંસા થઈ તો કેટલીક જગ્યાએ ટીકા પણ. અર્ચિતાએ આ મામલે પોતાનું મૌન તોડતાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી.
વિવાદ વધતા અર્ચિતાની સ્પષ્ટતાઃ
પોસ્ટમાં અર્ચિતાએ લખ્યું કે, "હું જોઈ રહી છું કે મારું નામ હેડલાઇન્સમાં છે અને મારા વિશે અનેક અફવાઓ ફેલાઈ રહી છે – ફક્ત એક મીટિંગના આધારે. આશ્ચર્ય થાય છે કે લોકો કેવી ઝડપથી નિર્ણય લઈ લે છે."
"મૈં ન તો કંઈ પુષ્ટિ કરી છે કે ન તો ઇનકાર. લોકો પોતાની ઈચ્છા મુજબ માની શકે છે, પણ અફવાઓ ફેલાવવી એ તે લોકોનું કામ છે, જેઓ પોતે સત્યથી દૂર રહે છે."
શોકિંગ વિવાદ બાદ સમય રૈનાના શોની ધમાકેદાર એન્ટ્રી: Netflix અને YouTube પર એકસાથે થશે સ્ટ્રીમ!






