'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી ટીવી સીરીયલ ની દુનિયા માં રાજ કરે છે. અસિત કુમાર મોદી ના પ્રોડક્શનમાં બનેલ આ શૉ ઓડિયન્સના દિલોમાં રાજ કરતી આવી છે. કેટલી એ કોમેડી સીરીયલ આવે અને ગઈ. પરંતુ તારક મેહતા શૉ ની જગ્યા કોઈ પણ ન લઈ શક્યું.
નંબર 1 શૉ છે "તારક મહેતા"
છેલ્લા કેટલા એ વર્ષોથી આ શૉના ઘણા બધા એક્ટરોએ આને અલવિદા કહી ચૂક્યા છે, અસિત મોદીની સામે ઘણા વિવાદ થયા છે. દયાબેન છેલ્લા 7 વર્ષથી નથી દેખાઈ રહ્યા. તો પણ તારક મેહતાના ચાહકો આ શૉની જોવાનો મૂકી નથી દીધો. 2017માં જ્યારે "દિશા વાકાણી" મૈતરનિટી લીવ પર ગયા હતા, ત્યારે બધાને લાગ્યું હતું કે આ શૉ હવે પૂરો થઈ જશે.પરંતુ અસિત કુમાર મોદીએ આ શૉનું આકર્ષણ ઓછું ના થવા દીધું.
છેલ્લા 4 અઠવાડિયાથી આ શૉ ફરીથી નંબર 1 રેન્કિંગના આવી ગયો છે. હૉરર ટ્રેક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જેવા શૉ માટે વરદાન રૂપે સાબિત થયો છે. શૉને ખૂબ TRP મળી, જેના કારણ એ 'અનુપમા' ની બાદશાહત માં અસર પડી. આ રિપોર્ટમાં જાણીએ કેવી રીતે આ શૉ એ ઓડિયન્સ ની વચ્ચે આ શૉ એ પોતાનું અસ્તિત્વ કેમ નું જાડવી રાખ્યું છે?
લોયલ ઓડિયન્સ
તારક મેહતા શૉ તે પોતાના યુનિક થીમ માટે જાણીતો છે. ગોકુલધામ સોસાયટીના સદસ્ય રહેલા દરેક એક્ટર પોતાની કઈંક અલગ છાપ મૂકે છે. વર્ષો જૂની સીરીયલ હોવા થી આ શૉ ની ઓડિયન્સ અલગ અલગ છે. કેટલી એ વખત ફેન્સના સવાલો હોય છે કે શું દરેક વખતે આ જ જૂનો કોંટેંટ જોવા મળે છે. તો પણ ટેની ઓડિયન્સ એ આ શૉનો જોવાનું બંધ નથી કર્યું. આ શૉ તેમની ઓડિયન્સના ખરાબ મૂડ ને સારો કરી શકે છે.
વિવાદો નો મળ્યો ફાયદો:
અસિત મોદીને લઈ ને ગણા વિવાદો થાય હતા. તેમના પર હૈરેસમેંટના આરોપ લાગ્યા હતા. શૉથી જોડાયેલા કલાકારોએ અસિત મોદી પર સવાલો ઊભા કર્યા છે. નોન પેમેન્ટ ઇશ્યુ પણ કર્યા હતા. આટલા બધા વિવાદોના કારણ એ અસિત મોદીને નેગેટિવ પબ્લિકસીટી મળી. પરંતુ શૉના ચાહકોને કોઈ ફર્કના પડ્યો. એમ પણ કહી શકાય કે આજ વિવાદો ના કારણ એ જ તારક મેહતા શૉને TRP અને પ્રસિદ્ધિ મળી હતી.
દયાબેન ના મિસિંગ કેસ ને પણ બનાવ્યો કોંટેંટ
2017 ના વર્ષ થી દયાબેન ઉર્ફે દિશા વાકાણી શૉમાં નથી દેખાઈ રહ્યા. પરંતુ અસિત કુમાર મોદીએ દયાબેનના હોવા છતાં તેમણે ઓડિયન્સની વચ્ચે જીવતા રાખ્યા છે. તે ખૂબ સારી વાત કહેવાય. દયાબેન માટે અમુક ટ્રેલર પણ મૂક્યા હતા, કે તે પાછા આવાના છે. પછી દિશા વાકાણીના પાછા આવ્યા પર જ્યારે સવાલ પૂછાયા ત્યારે શૉ ના પ્રોડ્યૂસર અસિત કુમાર એ જવાબ આપ્યો કે, હવે નવી દયાબેન ને કાસ્ટ કરવાની વાત ચાલુ છે.
ફેમિલી કોંટેંટ/ક્લીન કોમેડી
શૉનો સૌથી પહેલો પ્લસ પોઈન્ટ એ છે કે આ ફેમિલી શૉ છે. બીજો પોઈન્ટ એ છે કે આ શૉ નાના છોકરાઓ, જવાન, મોટા વયના લોકો, કોઈ પણ જોઈ શકે છે. શૉમાં ક્લીન કોમેડી હોવા ને કારણ એ ફેન્સ આ શૉને ફેમિલીને સાથે પણ જોઈ શકે છે. આજ-કાલ આવી ક્લીન કોમેડી વાડા શૉ ખૂબ ઓછા જોવા મળે છે.




















