Home Sports Engvsind Pants Injury Increases Team Indias Concerns

ENGVSIND: ઈજાગ્રસ્ત પંત આવ્યો બેંટિગ કરવા : ઇંગ્લેન્ડના ખેલાડીઓ દંગ રહી ગયા

ENGVSIND: ઈજાગ્રસ્ત પંત આવ્યો બેંટિગ કરવા
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 12:08 PM IST

ENGVSIND: BCCIએ પંતની ઈજાને લઈ જણાવ્યું હતું કે, ઋષભ પંત માન્ચેસ્ટર ટેસ્ટમાં થયેલી ઈજા બાદ વિકેટકીપિંગ નહીં કરે.તેના સ્થાને ધ્રુવ જુરેલ વિકેટકીપરની ભૂમિકા ભજવશે.ઈજા હોવા છતાં ઋષભ પંત બીજા દિવસે ટીમમાં જોડાયો છે, અને ટીમની જરૂરિયાત મુજબ બેટિંગ કરવા માટે હાજર રહેશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે Manchesterમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ફરી એકવાર ઈગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ત્યારબાદ ભારતીય ટીમે પહેલા દિવસે બેટિંગ કરી અને ચાર વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા. ત્યારે માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે બેટિંગ કરતી વખતે Rishabh Pant ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બોલ વાગતાં પંતને લોહી નીકળ્યું

માન્ચેસ્ટર ટેસ્ટના પહેલા દિવસે રિષભ પંત શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. પંતે Chris Woakesના બોલને રિવર્સ હિટ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ સીધો તેના પગમાં વાગ્યો. બોલ વાગતાં પંતને પણ લોહી નીકળ્યું અને ફિઝિયોને તાત્કાલિક મેદાન પર બોલાવવામાં આવ્યા, પરંતુ તે રમવાની સ્થિતિમાં ન હતો, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now