Home Sports England End 15 Year Wait By Defeating Australia In Boxing Day Test

ASHESH 2025-26: માત્ર 2 દિવસમાં પૂરી થઈ બૉક્સિંગ ડે ટેસ્ટ : ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને બૉક્સિંગ ડે ટેસ્ટ માં હરાવીને ખતમ કર્યો 15 વર્ષનો ઇંતજાર

ASHESH 2025-26: માત્ર 2 દિવસમાં પૂરી થઈ બૉક્સિંગ ડે ટેસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Dec 27, 2025, 08:20 AM IST

England historic win: ASHESH સીરિઝ 2025-26ની ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડના નામે રહી. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર રમાયેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 2 દિવસમાં જ હારી ગઈ. જોકે, સીરીઝમાં ઓસ્ટ્રેલિયા હજુ 3-1થી આગળ છે અને એશિઝ પોતાની પાસે જ રાખી છે.

ASHESH 2025-26 ઓસ્ટ્રેલિયા VS ઇંગ્લેન્ડ: બોલર્સનું વર્ચસ્વ

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની એશિઝ સીરીઝ 2025-26ની ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ. આ મેચ ગોલર્સના નામે રહી, જ્યાં ઇંગ્લેન્ડે માત્ર 2 દિવસમાં 4 વિકેટથી જીત મેળવી લીધી. આ જીત સાથે ઇંગ્લેન્ડે સીરીઝમાં પોતાની પ્રથમ જીત નોંધાવી અને ઓસ્ટ્રેલિયામાં 15 વર્ષનો લાંબો ઇંતજાર પણ ખતમ કર્યો. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગમાં લીડ મળવા છતાં હારનો સામનો કરવો પડ્યો. તેમ છતાં, ઓસ્ટ્રેલિયાએ સીરીઝ પહેલાં જ પોતાના નામે કરી લીધી હતી.

2 દિવસ પણ ન ચાલી બૉક્સિંગ ડે ટેસ્ટ

ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે સાચો સાબિત થયો. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ માત્ર 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમાં માઈકલ નેસરે સૌથી વધુ 35 રન બનાવ્યા. બાકીના કોઈ બેટ્સમેન 30 રનનો આંકડો પાર ન કરી શક્યા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગે સૌથી વધુ 5 વિકેટ ઝડપી. ગસ એટકિન્સને પણ 2 વિકેટ મળી. જવાબમાં ઇંગ્લેન્ડની બેટિંગ પણ ખાસ કંઈ ન રહી અને ઓસ્ટ્રેલિયાએ તેમને માત્ર 110 રન પર ઓલઆઉટ કરી દીધા, જેના કારણે ઓસ્ટ્રેલિયાને 42 રનની લીડ મળી. ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 41 રન બનાવ્યા.

ઇંગ્લેન્ડે ખતમ કર્યો 15 વર્ષનો ઇંતજાર

પ્રથમ ઇનિંગના આધારે 42 રનની લીડ લેનારી ઓસ્ટ્રેલિયન ટીમ બીજી ઇનિંગમાં પણ ખાસ કંઈ ન કરી શકી. તે માત્ર 34.3 ઓવર ટકી અને 132 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે સૌથી વધુ 46 રન બનાવ્યા, પરંતુ બાકીના બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા. ઇંગ્લેન્ડ તરફથી બ્રાયડન કાર્સે શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ઝડપી અને ટીમને મેચમાં વાપસી કરાવી. કેઝૅક ક્રૉલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા. જેકબ બેથેલે શાનદાર ઇનિંગ રમી (40 રન) અને ટીમને જીત અપાવી. આ જીત સાથે ઇંગ્લેન્ડ 15 વર્ષ પછી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહ્યું. આ પહેલાં ઇંગ્લેન્ડે 2010-11માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં હરાવ્યું હતું. આ મેચમાં કુલ 20 વિકેટ પ્રથમ દિવસે જ પડી હતી, જે એશિઝ ઇતિહાસમાં એક દિવસમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે. સીરીઝની છેલ્લી મેચ સિડનીમાં રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now