Home International Enforcement Directorate Action On Bbc Ws India Fine More Than 3 Crore Rupees Violence Fema

BBC INDIA પર EDની એક્શન : FEMAના ઉલ્લંઘન પર 3.44 કરોડનો દંડ

BBC INDIA પર EDની એક્શન
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2025, 06:00 AM IST

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ BBC WS INDIAને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) 1999ના ઉલ્લંઘન બદલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત 15 ઓક્ટોબર 2021 પછી પાલન ના કરવા બદલ દરરોજ 5000 રૂપિયાનો વધારાનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે. EDએ 4 ઓગસ્ટ, 2023ના રોજ BBC WS INDIA, તેના ત્રણ ડિરેક્ટર્સ અને ફાઇનાન્સ હેડને શોકોઝ નોટિસ ફટકારી હતી.

BBC WS INDIAના નિર્દેશકો-જાઇલ્સ એન્થની હંટ, ઇન્દુ શેખર સિંહા અને પોલ માઇકલ ગિબન્સ પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે. ત્રણેય પર 1 કરોડ 14 લાખ 82 હજાર 950 રૂપિયાનો વ્યક્તિગત દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેઓ કંપનીની કામગીરી સંભાળી રહ્યા હતા.

જાણો શું છે સમગ્ર મામલો.
આ કેસ 18 સપ્ટેમ્બર, 2019ના રોજ શરૂ થયો હતો, જ્યારે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ પ્રેસ નોટ બહાર પાડી હતી. આ પ્રેસ નોટ મુજબ ડિજિટલ મીડિયા ક્ષેત્રમાં વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા 26 ટકા નક્કી કરવામાં આવી હતી અને તેના માટે સરકારની મંજૂરી મેળવવી જરૂરી હતી.

EDએ કંપની પર આટલો મોટો દંડ કેમ લાદ્યો?

100 ટકા વિદેશી રોકાણ ધરાવતી કંપની BBC WS INDIAએ સમાચાર અને વર્તમાન બાબતો સંબંધિત ડિજિટલ મીડિયા કંટેન્ટ અપલોડ અને સ્ટ્રીમ કરવાનું ચાલુ રાખ્યું હતું. કંપનીએ FDI ઘટાડીને 26 ટકા ન કર્યું અને સરકારના નિયમોની અવગણના કરીને તેને 100 ટકા પર જાળવી રાખ્યું હતું. આ ભારત સરકારના નિયમનું સીધું ઉલ્લંઘન હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલાની તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે BBC WS INDIAએ નિયમોનું પાલન કર્યું નથી અને કંપની અને તેના અધિકારીઓ પર ભારે દંડ ફટકાર્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ