Home International Elon Musk Remains World Richest Man Even After Loss Of 81 Billion Dollar

મસ્કની સંપતીમાં મોટો ઘટાડો : છતાં વિશ્વના સૌથી ધનિક

મસ્કની સંપતીમાં મોટો ઘટાડો
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2025, 05:40 AM IST

ટેસ્લાના સીઇઓ એલન મસ્કની સંપત્તિમાં 486 અબજ ડોલરનો ઘટાડો થયો છે. જાન્યુઆરી 2021થી અત્યાર સુધી મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ટેસ્લાના CEO પાસે હાલમાં 351 અબજ ડોલર (લગભગ 30.70 લાખ કરોડ રૂપિયા)ની નેટવર્થ છે.

મસ્કની સંપત્તિ બે મહિનામાં ઘટી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2025ના પહેલા બે મહિનામાં મસ્કની સંપત્તિમાં 81 અબજ ડોલર (7 લાખ કરોડ રૂપિયાથી વધુ) નો ઘટાડો થયો છે. 2 માર્ચ, 2025 સુધીમાં, મસ્કની આવકનો પ્રથમ સ્રોત તેમની SPACEX હોલ્ડિંગ્સ છે. તેઓ કંપનીમાં 42 ટકા ભાગ ધરાવે છે. ડિસેમ્બર 2024ની ટેન્ડર ઓફર પછી, સ્પેસએક્સનું મૂલ્ય લગભગ 350 અબજ ડોલર હતું અને મસ્કનો હિસ્સો વધીને 136 અબજ ડોલર થયો હતો. મસ્ક ટેસ્લામાં 13 ટકા હિસ્સો ધરાવે છે. 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં, ટેસ્લાનું બજાર મૂલ્ય 942.37 અબજ ડોલર હતું, જેમાં મિલકતમાં મસ્કનું યોગદાન આશરે 120 અબજ ડોલર હતું.

આ કંપનીઓમાં ટ્રમ્પનો પણ હિસ્સો છે.
મસ્ક પાસે એક્સ (અગાઉ ટ્વિટર)નો 79 ટકા ભાગ છે. ફિડેલિટી બ્લુ ચિપ ગ્રોથ ફંડના અંદાજ મુજબ, મસ્કે તેને 2022માં 44 અબજ ડોલરમાં ખરીદ્યું હતું, ત્યારબાદ તેનું મૂલ્યાંકન 69 ટકા ઘટ્યું. હાલમાં એક્સ કોર્પમાં તેમનો હિસ્સો 8.06 અબજ ડોલર છે. તે xAI, ધ બોરિંગ કંપની અને ન્યુરાલિંકમાં પણ હિસ્સો ધરાવે છે, જે અનુક્રમે $22.6 અબજ, $3.33 અબજ અને $2.07 અબજ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ