ઈલોન મસ્કની આગેવાનીમાં DOGE હવે કાર્યરત જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, અમેરિકન્સના નાણાં બચાવવાના પ્રયાસમાં, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE)એ ઘણા વિદેશી પ્રોજેક્ટ્સ રદ કર્યા છે. બાંગ્લાદેશની એક પરિયોજના પણ આ યાદીમાં સામેલ છે.
આ નિર્ણયથી ઘણા લોકોને આશ્ચર્યમાં મુકાયા. ઈલોન મસ્કની આગેવાની હેઠળના વિભાગે જણાવ્યું હતું કે તે બાંગ્લાદેશમાં રાજકીય પરિદ્રશ્યને મજબૂત કરવા માટે 2 કરોડ 90 લાખ ડોલરનું ભંડોળ રદ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
એક્સ પર એક પોસ્ટમાં વિદેશમાં USA ભંડોળની યાદી જાહેર કરતા, DOGEએ કહ્યું, "બાંગ્લાદેશમાં રાજકીય પરિદ્રશ્યને મજબૂત કરવા માટે યુએસ $29 મિલિયનની રકમ રોકવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત વર્ષે બાંગ્લાદેશમાં શાસન પરિવર્તનમાં અમેરિકાની સંડોવણીના આરોપોને નકારી કાઢ્યાના થોડા દિવસો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શું હતી આ યોજન?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અને યુનાઇટેડ કિંગડમના તત્કાલીન ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ પ્રોગ્રામ ફોર સ્ટ્રેન્થનિંગ ધ પોલિટિકલ લેન્ડસ્કેપ ઈન બાંગ્લાદેશ રાજકીય પક્ષોની ક્ષમતા વધારવા અને રાજકીય હિંસા ઘટાડીને પક્ષો અને ઘટકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે.
ટ્રમ્પે બાંગ્લાદેશ વિશે વાત કરી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વિશે પૂછવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે "જુઓ, અમાપી ડીપ સ્ટેટમાં કોઈ ભૂમિકા નથી. આ એક એવો મુદ્દો છે જેના પર પ્રધાનમંત્રી લાંબા સમયથી કામ કરી રહ્યા છે અને ઘણા વર્ષોથી તેના પર કામ કરી રહ્યા છે. હું તેના વિશે વાંચી રહ્યો છું. હું હવે બાંગ્લાદેશને પ્રધાનમંત્રીના હાથમાં છોડું છું ".





