Home International Eliminate The Terrorists Of Pahalgam After Russia America Also Gave Green Signal

પહલગામના આતંકીઓનો ખાત્મો… : રશિયા બાદ અમેરિકાએ પણ આપી દીધી લીલીઝંડી

પહલગામના આતંકીઓનો ખાત્મો…
Published by: OBS Bureau
Last Updated: Apr 25, 2025, 03:48 PM IST

ભારતમાં કાશ્મીરના પહલગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ હુમલામાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. રશિયા અને અમેરિકાએ આ હુમલાની સખત નિંદા કરી છે અને ભારતને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે.

રશિયાએ પહેલા જ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના નાગરિકોને પાકિસ્તાનની યાત્રા ટાળવાની સલાહ આપી હતી જ્યારે હવે અમેરિકાએ પણ ભારત સાથે સંપૂર્ણ એકતા દર્શાવી છે. અમેરિકન અધિકારીઓએ આ હુમલા પર પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. અમેરિકાની જાસૂસી સંસ્થાના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ભારતને સંપૂર્ણ સંમતિ આપી હતી.



તેણે એમ પણ કહ્યું છે કે તે ભારતની સાથે છે અને આતંકવાદીઓને ન્યાય અપાવવામાં તમામ શક્ય મદદ કરશે. મતલબ કે એવું માની શકાય કે અમેરિકન ગુપ્તચર તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ભારતને મદદ કરી શકે છે. જ્યારે એક દિવસ પહેલા જ વડાપ્રધાન મોદીએ આ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આતંકવાદીઓને તેમના કાર્યોની સજા મળશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકાર આ હુમલા માટે જવાબદાર લોકોને કોઈ પણ સંજોગોમાં છોડશે નહીં. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે તેઓ આતંકવાદીઓ સામે એકજુટ થઈને શાંતિથી પોતાનો જવાબ આપે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video