Home International Elephant Kil Ls At Least 6 People In Hazaribagh Jharkhand

ઝારખંડમાં દેખાયો હાથીઓનો આતંક! : એક જ પરિવારના 4 સહિત કુલ 6 લોકોના મોત

ઝારખંડમાં દેખાયો હાથીઓનો આતંક!
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 04:52 AM IST

ઝારખંડના હજારીબાગમાં હાથીઓએ કોહરામ મચાવી દીધો છે. દારૂ વન ક્ષેત્રના ચૂરચુ પ્રખંડ અંતર્ગત ગોંદવાર ગામના નન્હૂટોંગરી ટોલામાં ગુરુવારે રાત્રે લગભગ 12 વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે હાથીના ઝુંડે ખૂબ નુકસાન કર્યું હતું. 5 જંગલી હાથીઓએ એક જ પરિવારન 4 લોકો સહિત કુલ 6 ને કચડીને મારી નાખ્યા. આ હ્ર્દયદ્રાવક ઘટનાથી આખા ગામમાં સોંપો પડી ગયો છે.

મૃતકોમાં ધનેશ્વર રામ (49), સુમન દેવી (28), સૂરજ રામ (52), સવિતા દેવી (26), સવિતાના પતિ દિપક રામ અને તેમના બે બાળકો અનુરાગ કુમાર (4 વર્ષ) એન સંજના કુમારી (10 મહીના) સામેલ છે. એક કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે ગામમાં હાથીઓનું ટોળું ઘૂસી ગયું છે તેવી સૂચના મળતા જ તેમણે ખસેડવા માટે ગામના લોકો ટોલા પહોંચ્યા હતા. આ દરમિયાન એક બેકાબૂ હાથી ઝુંડથી છૂટો પડી ગયો, જેથી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. જોકે, ઘણા ગ્રામીણો માંડ-માંડ બચ્યા હતા.

આ ઘટના દરમિયાન એક બાળક ખૂબ ગંભીર રૂપે ઘાયલ થઈ ગયો હતો. સૂચના મળતા જ વન વિભાની ટીમે આવીને હથિઓને ગામમાંથી ખસેડ્યા. હાથી કરગીના જંગલો તરફ ભાગી ગયા. આ બાદ ઘાયલ બાળકને સદર હજારીબાગ મોકલવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વન વિભાગની ટીમ ગામમાં રોકાયેલી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now