Home Gujarat Electric Vehicles Made In India Will Be Exported To 100 Countries

"ભારતમા બનેલા ઇલેક્ટ્રીક વ્હીકલ 100 દેશોમા એક્સપોર્ટ કરવામાં આવશે" : હાંસલપુરમાં PM મોદીએ જાપાન અંગે શું કહ્યું?

"ભારતમા બનેલા ઇલેક્ટ્રીક વ્હીકલ 100 દેશોમા એક્સપોર્ટ કરવામાં આવશે"
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 10:52 AM IST

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રીક કારનુ લોન્ચિંગ અને બેટરી પ્લાન્ટનુ ઉદ્ઘાટન કર્યુ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનએ સુઝુકી પ્લાન્ટ ખાતે ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં જાપાનના ઇન્ડિયાના રાજદૂત એચઇ ઓનો કેઇચીએ સંબોધન કર્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે ભારતની મેક ઇન ઇન્ડિયાની સફરમાં એક નવો અધ્યાય જોડાશે. મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના લક્ષ્ય તરફ મોટુ પગલુ છે. આજથી ભારતમા બનેલા ઇલેક્ટ્રીક વ્હિકલ 100 દેશોમા એક્સપોર્ટ કરવામાં આવશે.આજે હાઇબ્રિટ બેટરીનુ ઉત્પાદન શરૂ થશે. આજનો દિવસ ભારત અને જાપાનની મીત્રતાને પણ નવા સ્તરે લઇ જશે. દેશવાસીઓને, જાપાનને તેમજ સુઝુકી કંપનીને અભિનંદન પાઠવું છું.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજે મારૂતી ટીનએજમા પ્રવેશ કરી રહ્યુ છે એક પ્રકારે ટીનએજ સપનાઓને પાંખ આપવાનો કાળખંડ હોય છે. ગુજરાત અને મારૂતીનો ટીન એજમા પ્રવેશ એટલે આવનાર દિવસોમા મારૂતિને નવી પાંખો ફેલાવશે. નવી ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વઘશે તેવો વિશ્વાસ છે. ભારતની સક્સેસ સ્ટોરીના બીજ અંદાજે 13 વર્ષ પહેલા રોપવામાં આવ્યા હતા. 2012માં ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મે મારૂતી સુઝુકીને હાંસલપુરમા જમીન ફાળવી હતી.તે સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનુ વિઝન હતું.તે સમયના પ્રયાસ દેશના સંકલ્પને પુર્ણ કરવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યુ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દુનિયાના દેશોમાં મારૂતીની જે કાર ચાલશે તેમા મેડ ઇન ઇન્ડિયા લખેલુ હશે. ઇવી ઇકો સિસ્ટમનુ ક્રિટીકલ પાર્ટ બેટરી છે. પહેલા ભારતમા બેટરી ઇમ્પોર્ટ કરવામાં આવતી હતી. ઇવી મેન્યુફેચરિંગ માટે મહત્વનુ હતું કે, ભારત બેટરીનું ઉત્પાદન કરે તે જ વિઝન સાથે 2017મા ટીડિએસજી બેટરી નિર્માણનો પાયો નાખ્યો હતો.જેમા ત્રણ કંપની મળીને બેટરીનુ ભારતમાં મેન્યુફેકચરિંગ કર્યુ. થોડા વર્ષ પહેલા ઇવીને માત્ર એક નવા વિકલ્પ તરીકે જોવામાં આવતુ. પરંતુ મારુ માનવુ છે કે, ઇવી અનેક સમસ્યાનું નક્કર સમાઘાન છે. સિંગાપુર પ્રવાસમાં કહ્યુ હતું કે, જૂની ગાડીઓ અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ ઇવીમા બદલી શકીએ છીએ. મારુતી સુઝુકીએ આ પડકારને સ્વીકાર કર્યો અને માત્ર 6 મહિનામાં એક વર્કિગ પ્રોટોટાઇપ તૈયાર કરી દિધુ. હમણા હાઇબ્રિડ એમ્બ્યુલન્સનો વર્કિગ પ્રોટોટાઇપ જોયો છે. અંદાજે 11 હજાર કરોડની યોજનામાં ઇ-એમ્બ્યુલન્સ માટે પણ બજેટ નિર્ઘારિત કર્યુ છે. હાઇબ્રિડ ઇવીથી પ્રદુષણ ઘટશે અને જૂના વાહનોને ટ્રાન્સફોર્મ કરી શકાશે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટી આપણુ ભવિષ્ય છે. ભારત ઝડપથી ક્લિન એનર્જી અને ક્લિન મોબિલિટીનું વિશ્વાસપાત્ર સેન્ટર બનશે. મોબાઇલ ફોન પ્રોડકશન 2014ની તુલનામાં 2700 ટકા વધ્યુ છે. ડિફેન્સ પ્રોડકશનમાં પાછલા દાયકામાં 200 ટકા કરતા વધુ વધારો થયો છે. આજે આ સફળતા ભારતના દરેક રાજ્યોને પ્રેરણા આપી રહી છે. રાજય પોતાની પોલીસીને નીટ એન્ડ ક્લીન રાખે તેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધે છે. રોકાણકારો વિશ્વાસ સાથે આવશે. રાજ્યોમા એવી સ્પર્ઘા થવી જોઇએ કે ભારતમાં આવનાર કંપની વિચારવા માટે મજબૂર થવુ પડે કે, ક્યા રાજયમા જવું. આવી સ્પર્ધાથી દેશને લાભ થશે. 2047મા વિકસીત ભારતના લક્ષ્યમા દરેક રાજ્ય પોત પોતાની ભાગીદારી નિભાવે.જે સેક્ટરમા ભારતે સારુ પ્રદર્શન કર્યુ છે તેને વધુ સારુ કરવાનું છે. આના માટે અમે મિશન મેન્યુફેક્ચરિંગ પર ભાર આપી રહ્યા છીએ. આવનાર સમયમાં અમારુ લક્ષ્ય ફ્યુચેરેસ્ટિક ઇન્ડસ્ટ્રી પર હશે. સેમિકન્ડકટર ક્ષેત્રમા ભારત ઝડપથી આગળ વઘી રહ્યુ છે.દેશમા 6 પ્લાન્ટ તૈયાર થવાના છે.

PM મોદીએ ભારત-જાપાનના સબંધ વિશે કહ્યુ કે, ભારત અને જાપાનનો સબંધ ડિલ્પોમેટીક સબંઘથી ઘણો આગળ, સાંસ્કૃતિ અને વિશ્વાસનો સબંઘ છે. જાપાન અને ભારત એક બીજાની પ્રગતીમા પોતાની પ્રગતી ઇચ્છે છે. મારૂતી સુઝુકી સાથે અમે જે સફર શરૂ કરી હતી તે હવે બુલેટ ટ્રેનની સ્પીડ સુધી પહોંચી છે. ભારત-જાપાનની પાર્ટનર્શીપની ઉદ્યોગીક શક્યતાને સાકાર કરવાની પહેલ ગુજરાત થી જ થઇ છે. આજે આપણી શાળા,કોલેજોમા મોટી સંખ્યામાં જાપાનની ભાષા શિખવાડવામાં આવે છે.ભારત જાપાન વચ્ચે પીપલ ટુ પીપલ કનેકટીવીટી વધી રહી છે. સ્કીલ અને રિસોર્સ સાથે જોડાયેલી જરૂરિયાતને આપણે પુરી કરી શકીએ છીએ.મને વિશ્વાસ છે આજનો પ્રયાસ 2047ના વિકસીત ભારતના પાયાને નવી ઉંચાઇ આપશે.

મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ એક એવો અવસર છે કે જે ગુજરાતની ઇન્ડસ્ટ્રી સેકટરમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઇ રહ્યો છે. ગુજરાતે વડાપ્રધાનના માર્ગદર્શનમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ અપનાવ્યો છે. આજે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં હાંસલપુર ખાતે સુઝુકી મોર્ટર દ્વારા ઇલેક્ટ્રીક કાર અને બેટરીનું પ્લાન્ટના ઉત્પાદનની કાર્યવાહી વિકસીત ભારત માટે મહત્વનુ પગલુ છે. વડાપ્રધાનએ ઉદ્યોગને ફકત રોજગારી અને આર્થિક રોકાણનુ સાઘન જ નહી પરંતુ સંપુર્ણ સામાજીક આર્થિક પરિવર્તનનું મોટુ માધ્યમ ગણાવ્યું છે. તેમનો આ વિચાર આજે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના રૂપમાં વિશ્વ સામે છે. સુઝુકી મોટર્સનું આ મોડલ પ્લાન્ટથી ગુજરાત ગ્લોબલ ઉત્પાદન હબ તરીકે જાણીતુ થશે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં ગુજરાતે પાછલા બે દશકમા સાબિત કરી દીધુ કે સાચી નીતી ઇઝ ઓફ ડુઇગ બિઝનેસ અને પ્રો એકટીવ ગવરનન્સ સાથે મળી કેવી રીતે રાજયને ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી શકે છે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, માંડલ,હાંસલપુર અને બેચરાજી વિસ્તારમાં ઓટોમોબાઇલ સેક્ટરનુ ઇકો સિસ્ટમ તૈયાર થયુ છે. સુઝુકીના આ પ્લાન્ટથી ઇલેક્ટ્રીક વ્હિકલ પ્રોડોકશનની શરૂઆત નેક્સ્ટ જનરેશન માટે ગ્રીન એન્વાયરેમેન્ટ માટે સંક્લપ બની રહેશે.ગુજરાત અને જાપાનનો સબંઘ વિશ્વાસ,વેપાર અને સંસ્કારનો છે. ગુજરાતનુ ઓટોમેટીવ સેક્ટર વડાપ્રધાનના માર્ગદર્શનમા આવનાર સમયમાં વિશ્વના દેશોને નવી દિશા આપનાર બની રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now