Home Gujarat Education Minister Pradyuman Vaja Undergoes Angiography

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક નથી આવ્યો : એન્જીયોગ્રાફી દરમ્યાન હૃદયની નસોમાં બ્લોકેજ, સ્ટેન્ડ નાખવામાં આવ્યું,એક સપ્તાહ પૂર્વે એપોઇન્ટમેન્ટ લીધી હતી

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક નથી આવ્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 04:37 AM IST

શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હાર્ટ એટેક આવ્યો હોવાના શુક્રવારે સાંજે વહેતા થયેલા સમાચારો બાદ યુ એન મહેતા હોસ્પિટલના તબીબો દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈનેજ પ્રદ્યુમન વાજા હોસ્પિટલમાં આવ્યા હતા,તબીબી પરીક્ષણ બાદ તેઓને એન્જીયોગ્રાફી કરવાની સલાહ આપી હતી,એન્જીયોગ્રાફી દરમ્યાન હૃદયની નસોમાં સામાન્ય બ્લોકેજ જણાતા સ્ટેન્ડ નાખવામાં આવ્યું છે.

યુ એન મહેતા હોસ્પિટલના તબીબ ડો ચિરાગ દોશીએ મીડિયા માટે જારી કરેલ વિડીયો નિવેદનમાં જણાવ્યું છે કે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પોતે એક ડોક્ટર હોવાથી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવાથી તેઓના સમયપત્રક મુજબ રૂટિન ચેકઅપ માટે એક સપ્તાહ પૂર્વેથી લીધેલી પૂર્વ એપોઇન્ટમેન્ટ પ્રમાણે હોસ્પિટલ પહોંચ્યા હતા.અને તેઓની એન્જીયોગ્રાફી કરવામાં અવી હતી. આ દરમિયાન હૃદયમાં ડૉક્ટરને માઇનોર બ્લોકેજ જણાઈ આવેલ હતું. આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે ડોક્ટર એન્જીયોગ્રાફી દરમિયાન જ સ્ટેન્ડ નખાવા માટેની સલાહ આપતા હોય છે આ સલાહ મુજબ પ્રદ્યુમન વાજા યોગ્ય લાગતા તુરંત નિર્ણય લઈને ડોક્ટરે એક નાનકડું સ્ટેન્ડ નાખેલ હતું. સ્ટેન્ડ નખાવ્યા પછી પણ પાંચ જ મિનિટ બાદ તેઓ એકદમ સ્વસ્થ હાલતમાં જોવા મળેલ છે.

તબીબો દ્વારા પાંચ દિવસ સંપૂર્ણ આરામની સલાહ આપેલ છે જેને ધ્યાનમાં લઈને પ્રદ્યુમન વાજા હાલ સંપૂર્ણ આરામ હેઠળ છે.તેઓએ તેમના આ સમયમાં શુભેચ્છા તેમજ પ્રાર્થનાઓનો સ્વીકાર કરી સર્વેનો ખુબ આભાર વ્યક્ત કરેલ છે.

ડો પ્રદ્યુમન વાજાની તબિયત આ પ્રક્રિયા પહેલા પણ એકદમ સરસ હતી. મુખ્યમંત્રીની સાથે તેઓ અમદાવાદ નગર શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વક્તવ્ય પણ આપેલ હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now