Home International Ed Raid And Angry Mamata Banerjee Reached There And Attack On Bjp

કોલકાતામાં EDની રેડ વચ્ચે મમતા I-PACની ઓફિસે પહોંચ્યા : ગુસ્સે થઈને કહ્યું, "TMC ના દસ્તાવેજો લઈ ગયા"

કોલકાતામાં EDની રેડ વચ્ચે મમતા I-PACની ઓફિસે પહોંચ્યા
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2026, 08:35 AM IST

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગૃહમંત્રી અમિત શાહ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર તેમના પક્ષના દસ્તાવેજો અને ડેટા શીટ જપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "તેઓ અમારી પાર્ટીના દસ્તાવેજો લઈ રહ્યા છે." બંગાળના મુખ્યમંત્રીએ પ્રશ્ન કર્યો, "જો હું ભાજપના પક્ષ કાર્યાલય પર પણ દરોડા પાડું તો શું થશે?" વધુમાં, તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીને કારણે, રાજ્યમાં SIR ના મધ્યમે વૉટર્સ ડિલીટ કરવામાં આવી રહ્યા છે.

મમતાએ આરોપ લગાવ્યો કે તેઓ તેમની પાર્ટી વિશે માહિતી એકત્રિત કરી રહ્યા હતા. નોંધનીય છે કે ED ટીમ આજે નકલી સરકારી નોકરી કૌભાંડના સંદર્ભમાં 15 સ્થળોએ દરોડા પાડી રહી છે. આ દરમિયાન, મમતા બેનર્જી IPAC ના સેક્ટર 5 ઓફિસ પહોંચ્યા.

પાર્ટી ઓફિસ પહોંચ્યા પછી, મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો, "કોઈ પાર્ટીની હાર્ડ ડ્રાઈવ કેવી રીતે લઈ શકાય? કેન્ડિડેટ લિસ્ટ કેવી રીતે લઈ શકાય? કોઈ પણ પાર્ટીની રણનીતિ અને પ્લાન કેવી રીતે મેળવી શકે? શું આ ED ની ફરજ છે?"

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now