Home International Eci Assembly Election Schedule 2026 Election Commission Of India Ec Assembly Election Bjp Congress Aap Model Code Of Conduct

ECI Assembly Election Schedule 2026 : બંગાળ સહિત આ 5 રાજ્યોમાં ક્યારે થશે વિધાનસભા ચૂંટણી? આજે ચૂંટણી પંચ કરી શકે છે તારીખોની જાહેરાત

ECI Assembly Election Schedule 2026
Published by: OBS Bureau
Last Updated: Mar 15, 2026, 06:19 AM IST

ECI Assembly Election Schedule 2026: આજે સાંજે 4:00 વાગ્યે ભારતીય ચૂંટણી પંચ એટેલેક, Election Commission of India (EC) દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ (કેરલમ્) અને પુડુંચેરીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓની તારીખો આજે જાહેર થઈ શકે છે. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારી ચૂંટણી પંચની આજની પ્રેસ કોન્ફરન્સ પર આ પાંચ રાજ્યો સહિત દેશભરની નજર રહેશે.

ઉલ્લેખનીય છેકે, જેવી ચૂંટણીની તારીખો જાહેર થશે, તેની સાથે જ આ તમામ રાજ્યોમાં 'આદર્શ ચૂંટણી આચારસંહિતા' (Model Code of Conduct) તાત્કાલિક અસરથી લાગુ થઈ જશે. આ તારીખો માત્ર આ રાજ્યો માટે જ નહીં બલ્કે દેશની રાજનીતિ માટે પણ એટલી જ મહત્ત્વપૂર્ણ રહેશે. કારણકે, આગામી લોકસભા ચૂંટણીનો રોડમેપ પણ આ રાજ્યોની ચૂંટણીના પરિણામો પર વિશેષ આધાર રાખશે. એ જ કારણ છેકે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે તડમાર તૈયારીઓ કરી રહ્યાં છે.

વર્ષ 2021ની સરખામણીમાં આ વખતે મતદાનના તબક્કાઓની સંખ્યા ઓછી રહેવાની શક્યતા છે. પંચ આ વખતે ઝડપી અને સચોટ પ્રક્રિયા પર ધ્યાન આપી રહ્યું છે. ગત વખતે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ આ વખતે તબક્કા ઘટાડવા માટે કેન્દ્રીય સુરક્ષા દળો (Central Forces) ની તૈનાતીમાં મોટો વધારો કરવામાં આવશે. હિંસા મુક્ત અને નિષ્પક્ષ મતદાન માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અસમ, તમિલનાડુ, કેરળ (કેરલમ્) અને પુડુચેરીમાં મતદાર યાદીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ રાજ્યોની વિધાનસભાની મુદત મે અને જૂન 2026 માં સમાપ્ત થઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મે મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થવાની ધારણા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now