ન્યુઝીલેન્ડના પશ્ચિમ કિનારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1:00 વાગ્યાના થોડા સમય બાદ ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ દરિયાની સપાટીથી લગભગ 10 કિલોમીટર નીચે હતું જે ઈન્વરકાર્ગિલથી લગભગ 300 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં હતું.
ન્યુઝીલેન્ડના મોનિટરોએ ભૂકંપની તીવ્રતા મધ્યમ ગણાવી હતી. ન્યુઝીલેન્ડમાં ભૂકંપને કારણે થયેલા નુકસાન અંગે તાત્કાલિક કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ન્યુઝીલેન્ડની વસ્તી 5 મિલિયન છે અને તે "રીંગ ઓફ ફાયર" પર સ્થિત છે. આ પ્રદેશ પેસિફિક મહાસાગરની આસપાસ ફેલાયેલો છે જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિ સામાન્ય છે.






