Earthquake in Kutch: નવા વર્ષના પ્રારંભે કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી. જેમાં કચ્છના ભચાઉથી ઉત્તર-ઉત્તરપૂર્વમાં 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્થક્વેક રિસર્ચ (ISR)ના જણાવ્યા અનુસાર સવારે 10.24 વાગ્યે ભૂકંપ આવ્યો હતો.
છેલ્લા મહિનામાં 3 થી વધુની તીવ્રતાના ચાર ભૂકંપ આવ્યા
ગયા મહિનમાં કચ્છમાં 3 થી વધુની તીવ્રતાની ચાર ભૂકંપના આંચકા નોંધાયા છે. જેમાં ત્રણ દિવસ પહેલા 3.2 તીવ્રતાનો ભૂકંપનો સમાવેશ થાય છે, જેનું કેન્દ્ર ભચાઉ નજીક પણ હતું. જિલ્લામાં 23મી ડિસેમ્બરે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને 7મી ડિસેમ્બરે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગત વર્ષે 18 નવેમ્બરે કચ્છમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પહેલા 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
13માંથી 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારા પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






