Home Gujarat Earthquake Hits Bharuch Early In The Morning

ભરૂચની ધરા ધ્રુજી : સવારે 4:56 વાગ્યે અનુભવાયા ભૂકંપના ઝટકા, કેન્દ્ર અંદાજે 23 કિમી ઊંડું

ભરૂચની ધરા ધ્રુજી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 11:11 AM IST

Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી મુજબ, સવારે 4:56 કલાકે ભૂકંપના ઝટકા નોંધાયા હતા, જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોમાં ક્ષણિક ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભરૂચથી અંદાજે 45 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમ (NNW) તરફ, જંબુસર નજીક નોંધાયું છે.

ભૂકંપની તીવ્રતા 2.8 રિક્ટર સ્કેલ પર નોંધાઈ છે. ભૂકંપની ઊંડાઈ અંદાજે 23 કિલોમીટર હોવાનું જણાવાયું છે. ભૂકંપનો સમય વહેલી સવારનો હોવાથી મોટા પ્રમાણમાં લોકો સૂતા હતા, પરંતુ હળવો આંચકો અનુભવાતા કેટલાક લોકો જાગી ગયા હતા.

સારી વાત એ છે કે, હાલ સુધી કોઈ જાનહાની કે માલમત્તા નુકસાનના અહેવાલો નથી. તીવ્રતા ઓછી હોવાના કારણે ભૂકંપથી કોઈ ગંભીર અસર જોવા મળી નથી. જિલ્લા પ્રશાસન અને સંબંધિત તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

ભૂકંપ સંબંધિત વિગતો:

Magnitude: 2.8

Date: 20-12-2025

Time: 04:56 AM (IST)

Latitude: 22.008° N

Longitude: 72.677° E

Depth: 23 Km

Region: Bharuch થી 45 Km NNW, દક્ષિણ ગુજરાત

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now