Home Automobile E20 Petrol Impact Old Vehicles India

E20 પેટ્રોલથી માઇલેજ ઘટશે? : જૂના વાહનના ચાલકો માટે જાણવા જેવી જરૂરી વાતો

E20 Petrol
Published by: Vishal Dave
Last Updated: Mar 31, 2026, 02:30 PM IST

જો તમારા પાસે જૂનું વાહન છે તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દેશભરમાં હવે E20 પેટ્રોલ ફરજિયાત બનવા જઈ રહ્યું છે, જે તમારા વાહનની કામગીરી અને માઇલેજ પર અસર કરી શકે છે. આ બદલાવથી શું ફાયદા અને શું નુકસાન થઈ શકે? ચાલો વિગતે સમજીએ.

ભારતમાં 1 એપ્રિલ 2026થી E20 પેટ્રોલ વેચાણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવો, પ્રદૂષણ ઓછું કરવું અને ખેડૂતોની આવકમાં વધારો કરવો છે.પરંતુ આ બદલાવ ખાસ કરીને 2023 પહેલાં બનેલા જૂના વાહન માલિકો માટે ચિંતા ઉભી કરી શકે છે. કારણ કે નવા ઈંધણનો પ્રભાવ દરેક પ્રકારના વાહન પર સમાન નથી રહેતો.

શું છે E20 પેટ્રોલ?

E20 પેટ્રોલમાં 20 ટકા એથનોલ અને 80 ટકા સામાન્ય પેટ્રોલ હોય છે. એથનોલ એક પ્રકારનું આલ્કોહોલ છે, જે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે. આ મિશ્રણથી ઈંધણની ગુણવત્તા સુધરે છે અને એન્જિન વધુ સ્મૂથ રીતે ચાલે છે. એપ્રિલ 2023 પછી બનેલા BS6 ફેઝ-2 વાહનો ખાસ E20 પેટ્રોલ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, તેથી આ નવા ઈંધણથી તેમને કોઈ ખાસ સમસ્યા થતી નથી.

જૂના વાહનો પર શું પડશે અસર?

2023 પહેલાં બનેલા વાહનો પર E20 પેટ્રોલનો થોડો નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

  • માઇલેજમાં આશરે 3 થી 7 ટકા સુધી ઘટાડો થઈ શકે

  • રબરના પાર્ટ્સ અને ફ્યુઅલ પાઇપ્સ ઝડપથી ખરાબ થઈ શકે

  • એથનોલ ભેજ શોષે છે, જેના કારણે ટાંકીમાં પાણી બનવાની શક્યતા

  • એન્જિન સ્ટાર્ટ થવામાં મુશ્કેલી અને જંગ લાગવાનો ખતરો

જોકે, અત્યાર સુધી કોઈ મોટા એન્જિન ફેલ થવાની નોંધપાત્ર ઘટના સામે આવી નથી.

શા માટે જરૂરી છે E20 પેટ્રોલ?

ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો કાચા તેલનો આયાત કરે છે.

E20 પેટ્રોલના ઉપયોગથી:

  • વિદેશી ચલણની બચત થશે

  • પ્રદૂષણમાં ઘટાડો થશે

  • કાર્બન ઉત્સર્જન ઓછું થશે

  • ખેડૂતોને એથનોલ ઉત્પાદનથી આવક મળશે

આ કારણે સરકાર આ બદલાવને લાંબા ગાળે ફાયદાકારક માને છે.

નુકસાનથી બચવા માટેના સરળ ઉપાયો

જો તમે જૂનું વાહન વાપરો છો, તો નીચેના પગલાં લઈને નુકસાન ઓછું કરી શકો છો:

  • E20 કોમ્પેટિબલ રબર પાઇપ્સ લગાવો

  • ફ્યુઅલ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો

  • ફ્યુઅલ ફિલ્ટર સમયસર બદલો

  • ટાંકી સંપૂર્ણ ખાલી ન રાખો

  • વાહન નિયમિત ચલાવો

  • એન્ટી-કોરોઝન ટ્રીટમેન્ટ કરાવો

આ સરળ ઉપાયો તમારા વાહનની કામગીરી જાળવી રાખવામાં મદદરૂપ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
જૂની કાર ખરીદતા પહેલા આ બાબતો જાણી લો નહીંતર થશે મોટું નુકસાન!
1 લાખથી ઓછી કિંમતની આ 4 બાઇક છે બેસ્ટ!
નવા અવતારમાં આવી 2026 TVS Apache RTR 160 4V
Summer Car Care Tips