Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રીના પાવન પર્વનો આજે આઠમો દિવસ એટલે કે દુર્ગા અષ્ટમી છે. આજના દિવસે આદ્યશક્તિના આઠમા સ્વરૂપ માઁ મહાગૌરીની વિશેષ આરાધના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વર્ષ 2026ની આ ચૈત્ર અષ્ટમી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે આકાશી મંડળમાં કેટલાક એવા દુર્લભ ગ્રહ નક્ષત્રોના સંયોગ બની રહ્યા છે જે અમુક રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આજના શુભ દિવસે કન્યા પૂજન અને હવનનું વિશેષ મહત્વ છે, પરંતુ તેની સાથે ગ્રહોની સ્થિતિ પણ પરિવર્તન લાવી રહી છે. ખાસ કરીને કરિયર, આર્થિક ઉન્નતિ અને સામાજિક સન્માનના દૃષ્ટિકોણથી કેટલીક રાશિઓ માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ અને તેમને કેવા ફળ મળશે.
મેષ (Aries): નવા અવસરોનો ઉદય
મેષ રાશિના જાતકો માટે આજની દુર્ગા અષ્ટમી નવી આશાઓ લઈને આવી છે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા અટકેલા કામો પૂરા થશે અને પરિવારમાં પણ આનંદનું વાતાવરણ રહેશે.
શુભ રંગ: વાદળી (Blue)
આ પણ વાંચો: આ મૂલાંકના જાતકો માટે માતાના શબ્દો છે 'પથ્થરની લકીર' : માતૃભક્તિમાં આ 3 મૂલાંકના લોકો હોય છે સૌથી મોખરે
વૃષભ (Taurus): કરિયરમાં મોટી છલાંગ
વૃષભ રાશિના લોકો માટે આજે નોકરીમાં પ્રમોશન અથવા નવા સારા ઓફર મળવાના પ્રબળ યોગ છે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો, તો નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થશે. માત્ર એટલું ધ્યાન રાખવું કે કોઈપણ મોટો આર્થિક નિર્ણય લેતી વખતે ઉતાવળ ન કરવી.
શુભ સલાહ: આત્મવિશ્વાસ જાળવી રાખો, લોકોનો સહયોગ મળશે.
કન્યા (Virgo): આર્થિક સુધાર અને સફળતા
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સિદ્ધિદાયક રહેશે. તમે જે મહેનત ભૂતકાળમાં કરી છે તેનું ફળ હવે મળવાનું શરૂ થશે. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
શુભ રંગ: લાલ (Red)
મકર (Capricorn): મહેનતનું મીઠું ફળ
મકર રાશિના જાતકોએ અત્યાર સુધી જે ધૈર્ય રાખ્યું છે, તેની કસોટી પૂર્ણ થઈ રહી છે. માઁ મહાગૌરીના આશીર્વાદથી તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે જે તમને કાર્યસ્થળ પર અન્યો કરતા આગળ રાખશે.
શુભ રંગ: ગુલાબી (Pink)
કુંભ (Aquarius): નવી શરૂઆત માટે શ્રેષ્ઠ સમય
કુંભ રાશિના લોકો માટે આ અષ્ટમી કંઈક નવું શરૂ કરવા માટે અત્યંત શુભ છે. જો તમે નવો બિઝનેસ કે નવો પ્રોજેક્ટ હાથમાં લેવા માંગતા હોવ તો માઁનું નામ લઈને શરૂઆત કરી શકો છો. કાર્યક્ષેત્રમાં તમારા વિચારોની પ્રશંસા થશે, જોકે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવી.
શુભ રંગ: આછો વાદળી (Light Blue)





