આપણા દેશમાં ઘણી રહસ્યમય અને ડરાવની જગ્યાઓ આવેલી છે. જેમાંથી કેટલીક આપણી આસપાસ ગુજરાતમાં પણ છે. ગુજરાતના એક બીચનો સમાવેશ ભારતની મોસ્ટ હોન્ટેડ જગ્યાઓમાં થાય છે. વાત છે સુરતના ડુમસ બીચની. સ્થાનિકોના કહેવા મુજબ આ બીચ પર પ્રેતાત્માઓનો વાસ છે. અહીં પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. આ જગ્યા વિશે સોશિયલ મીડિયા પણ ઘણી ચર્ચાઓ થાય છે. એટલે જ તેના વિશે ઘણી વાતો પ્રચલિત છે. આમ તો ડુમસ બીચ ખૂબ જ સુંદર છે, પરંતુ તેની હોન્ટેડ હોવાની ખાસિયત પ્રવાસીઓને આકર્ષે છે.
ઉલ્લેખનીય છે કે દિવસના સમયે ડુમસ બચી પર બધું જ સામાન્ય હોય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે મજા કરે છે. પરંતુ જેવું અંધારું થાય કે જાણે અહીં સન્નાટો પ્રસરી જાય છે. સુંદર દેખાતો બીચ અચાનક વેરાન બની જાય છે. રાત્રે અહીં કોઈ પણ આવવાની હિંમત નથી કરતું.
ડુમસ બીચ પર પેરાનોર્મલ બનાવોની ઘણી ઘટનાઓ સામે આવી છે. અહીં પરવા આવતા લોકોએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે તેમણે અહીં વિચિત્ર અને રહસ્યમય અવાજો સાંભળ્યા છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ અહીં રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ ક્યારેય પાછા નથી આવ્યા.સ્થાનિકોના કહેવા પ્રમાણે ઘણા સમય પહેલા આ જગ્યા સ્મશાન તરીકે વપરાતી હતી. એટલે આજે અહીં પ્રેતાત્માઓ ભટકે છે. કદાચ આ જ કારણથી અહીંની રેતીનો રંગ પણ કાળો છે. રાતના સમયે અહીં શ્વાનનો સ્વભાવ પણ બદલાઈ જાય છે. તે આખી રાત ચિત્ર-વિચિત્ર અવાજ કાઢે છે. આવા જ કારણોસર ડુમસ બીચ ભારતનો મોસ્ટ હોન્ટેડ બીચ ગણાય છે. દેશ-વિદેશથી લોકો દિવસે આ બીચની મુલાકાત લે છે, પરંતુ જેવી સાંજ પડે કે બધા ઘરભેગા થઈ જાય છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






