Home Gujarat Drunk Driver Unsafe Ride Late Night Accident In Ranip Area

નશામાં ખાખી, અસલામત સવારી : રાણીપ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત

નશામાં ખાખી, અસલામત સવારી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 01, 2025, 06:17 AM IST



અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં ગત મોડી રાત્રે પોલીસકર્મી દ્વારા સર્જાયેલા અકસ્માતથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. દારૂના નશામાં હતી તેવો અંદાજ લગાવવામાં આવે છે કે, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝોરાવરસિંહ વાઘેલાએ પૂરપાટ ઝડપે વેગનઆર કાર ચલાવતાં પાંચથી વધુ વાહનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.




આ અકસ્માત રાણીપના બકરામંડી પાસે થયો હતો. શરુઆતના પ્રતિક્ષદર્શી જણાવે છે કે અકસ્માત સમયે કાર ચાલક દારૂના નશામાં હતો. ટક્કર બાદ કાર સીધી દીવાલમાં ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તરત જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.




અકસ્માત સર્જ્યા બાદ યુવરાજસિંહ વાઘેલા કાર સ્થળ પર મુકીને નાસી ગયો હતો. મહત્વપૂર્ણ છે કે આરોપી રાણીપ પોલીસ લાઈનમાં રહે છે અને તેની પિતા માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સ્થાનિક વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાતા પોલીસે કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now