ગુજરાત ATSએ ડ્રગ્સના વેપલાને નાથવા માટે કમર કસી છે. ત્યારે ખંભાતમાં એક દવા બનાવતી ફેકટરીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની આશંકાએ ATSએ દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ફેકટરીમાં મેડિકલ દવા બનાવતી હોવાથી ATSએ ક્યાંય કાચુ કપાય ન જાય તેની તકેદારી સાથે કામગીરી કરી રહી છે. આ ફેકટરીમાં ડ્રગ્સ બનાવાતું હતું કે નહીં તે અંગે પણ હજુ ATSએ કોઇ નિવેદન આપ્યું નથી. તપાસ બાદ ગુજરાત ATS સમગ્ર વિગતો જાહેર કરશે.
એટીએસએ છ લોકોની કરી અટકાયત
ખંભાત પાસે લુણેજની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ખુલ્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે એટીએસએ છ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં ઘેનની ગોળીની સામગ્રી બનતી હોવાની વિગત સામે આવી છે. ફેક્ટરીના માલિક સહિત પાંચથી છ લોકોની પૂછપરછ ચાલી રહી છે.
Gujarat | Five people arrested with drugs worth crores of rupees, in a raid conducted by ATS at a drugs manufacturing factory in Khambhat, Anand district: DIG ATS Sunil Joshi
— ANI (@ANI) January 24, 2025
ઘેનની ગોળીની સામગ્રી બનતી હતી
આ ફેકટરીમાં ઘેનની ગોળીઓ બનાવવાનું રો-મટીરિયલ તૈયાર થતું હતું. તેમજ ઘેનની ગોળી બનાવવાના રો-મટીરિયલ્સની આડમાં ડ્રગ્સ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની જાણ થતાં એટીએસ દ્વારા આ ફેકટરી પર દરોડા પાડાવામાં આવ્યા હતા. ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સના આ જથ્થાની મોડી રાત સુધી ગણતરી ચાલુ હતી.
આ ડ્રગ્સ સપ્લાયના તાર ઉત્તર ભારત સુધી જોડાયેલા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે, ખંભાતની ફેકટરીમાં તૈયાર થતું આ મટિરિયલ્સ કઈ જગ્યાએ અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ દક્ષિણ ગુજરાતની એક ફેકટરીમાં ડ્રગ્સ પકડાયું હતું. ફેકટરીમાં તૈયાર થતો ડ્રગ્સનો જથ્થો સાઉથ આફ્રિકા સપ્લાય થતો હોવાનો પર્દાફાશ થયો હતો.

_c751b2e3-e8a1-4236-9359-cadc0ba0b819.png)




