ભારતમાં ડ્રાઈવિંગ લાયસન્સ (DL) વાહન ચલાવવા માટેનો સૌથી મહત્વપૂર્ણ કાનૂની દસ્તાવેજ છે. પરંતુ ઘણી વખત લોકો સમયસર લાયસન્સ રિન્યુ કરવાનું ભૂલી જાય છે જેના કારણે તેમને દંડ અથવા ફરી ટેસ્ટ આપવાની ફરજ પડે છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા લાયસન્સ રિન્યુ કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ છે.
ડ્રાઈવિંગ લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયા પછી તેને રિન્યુ કરવું જરૂરી છે. જો લાયસન્સ સમયસર રિન્યુ ન કરવામાં આવે, તો કાનૂની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. ખાસ કરીને 30 દિવસની અંદર રિન્યુ કરાવવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
આ પણ વાંચો: LPG સિલિન્ડરના નવા દર જાહેર : 10 મે 2026થી રાજ્યવાર બદલાયા ભાવ, જામો ગ્રાહકો પર શું પડશે અસર?
કેટલા સમય પછી શું નિયમ લાગુ પડે?
જો લાયસન્સની મર્યાદા પૂર્ણ થયા પછી 30 દિવસની અંદર રિન્યુ કરવામાં આવે તો સામાન્ય ફી સાથે લાયસન્સ સરળતાથી રીન્યુ કરી શકાય છે. પરંતુ જો 30 દિવસથી વધુ સમય પસાર થાય તો દંડ લાગુ પડે છે. જો લાયસન્સ એક વર્ષથી વધુ સમય માટે એક્સપાયર થઈ જાય તો વ્યક્તિને ફરીથી ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડે છે.
ઓનલાઈન રિન્યુ પ્રક્રિયા
હવે ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ કરવું ખૂબ સરળ બની ગયું છે. તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. પ્રથમ, Ministry of Road Transport and Highwaysની સત્તાવાર વેબસાઈટ પર જાઓ ત્યારબાદ “Driving Licence Services” વિભાગમાં જઈને “Renewal of DL” વિકલ્પ પસંદ કરો. અરજીમાં જરૂરી વિગતો ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડે છે જેમ કે જૂનું DL, ઓળખપત્ર અને મેડિકલ સર્ટિફિકેટ (જરૂર હોય તો). પછી ઓનલાઇન ફી ચુકવીને એપ્લિકેશન સબમિટ કરી શકાય છે.
આ પણ વાંચો: લંડન જવાના સપના વચ્ચે ગુજરાતી પરિવાર બંધક? : દુબઈ બાદ સંપર્ક તૂટ્યો, 1 કરોડની ખંડણીની માંગનો આક્ષેપ
કયા દસ્તાવેજો જરૂરી?
ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી હોય છે. તેમાં જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ, ઓળખપત્ર (આધાર કાર્ડ અથવા પાસપોર્ટ), સરનામા સાથેનો અને પાસપોર્ટ સાઈઝ ફોટોનો સમાવેશ થાય છે. જો અરજદારની ઉંમર 40 વર્ષથી વધુ હોય, તો મેડિકલ સર્ટિફિકેટ પણ જરૂરી બની શકે છે. આથી ખાતરી થાય છે કે વ્યક્તિ વાહન ચલાવવા માટે શારીરિક રીતે યોગ્ય છે.
ઓફલાઈન પ્રક્રિયા પણ ઉપલબ્ધ
જેઓ ઓનલાઈન પ્રક્રિયા ઉપયોગમાં નથી લઈ શકતા તેઓ નજીકની RTO ઓફિસમાં જઈને પણ લાયસન્સ રિન્યુ કરાવી શકે છે. ત્યાં ફોર્મ ભરીને અને દસ્તાવેજો સબમિટ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. પરંતુ સરકાર વધુમાં વધુ લોકોને ઓનલાઈન સેવાઓ તરફ પ્રોત્સાહિત કરી રહી છે જેથી સમય અને મહેનત બંને બચી શકે.





