Home Health-lifestyle Drinking Tea In Empty Stomach Makes Body Weak This Habit Can Harm Health

Tea Side Effects : સવારે ઉઠતાની સાથે જ ચા પીવાની આદત શરીરને બનાવી દે છે નબળું, શરીરને થઈ શકે છે ભારે નુકસાન!

Tea Side Effects
Published by: OBS Bureau
Last Updated: Jul 20, 2025, 06:15 AM IST

સવારે ઉઠતાની સાથે જ લોકો ખાલી પેટ ચા પીવાનું પસંદ કરે છે. પણ શું તમે જાણો કે તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે? ચાલો જાણીએ સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ ચા પીવાના ગેરફાયદા.

ગેસની સમસ્યા

ચામાં કેફિન અને ટેનિન રહેલા હોય છે. ખાલી પેટ ચા પીવાથી શરીરમાં એસિડની માત્રા વધી જાય છે જેના કારણે શરીરમાં ગેસ, એસિડિટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થાય છે. જો તમને પણ ગેસની સમસ્યા રહેતી હોય તો તમારે ખાલી પેટ બિલકુલ પણ ચા ન પીવી જોઈએ.

પોષક તત્વોના શોષણમાં સમસ્યાઓ

દરરોજ ખાલી પેટ ચા પીવાથી શરીરમાં પોષક તત્વોના શોષણમાં સમસ્યા થાય છે. ચામાં રહેલું ટેનિન શરીરમાં આયર્નને યોગ્ય રીતે શોષી શકતું નથી. લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાથી આયર્નની ઉણપ થઈ શકે છે.

પેટ ખરાબ થવું

ખાલી પેટ ચા પીવાથી પેટ ખરાબ થઈ શકે છે. ચામાં રહેલું કેફીન પાચનતંત્ર પર સંપૂર્ણ અસર કરે છે. જેના કારણે પેટમાં ખેંચાણ અને બેચેની જેવી સમસ્યાઓ થઈ શકે છે.

ઊંઘમાં તકલીફ

સવારે ઉઠ્યા પછી ચા પીવાથી તમને તાજગીનો અનુભવ થાય છે પરંતુ લાંબા સમય સુધી ખાલી પેટ ચા પીવાથી તમારી ઊંઘની પેટર્ન ખરાબ થઈ શકે છે. સવારે ખાલી પેટ ચા પીવાથી તમને આખો દિવસ બેચેની લાગે છે, જેના કારણે તમને રાત્રે ઊંઘવામાં તકલીફ પડી શકે છે.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. Offbeat Stories આની કોઇ પુષ્ટિ કરતુ નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now