જીવનમાં એક ઘર પોતાનું હોય તેવું દરેક વ્યક્તિ સપનું જોતા હોય છે. લોકો રાત દિવસ મહેનત કરી પોતાના સપનાના ઘર માટે પૈસા ભેગા કરતા હોય છે. પરંતુ તેમ છતા કેટલાક લોકો પોતાનું ઘર બનાવી શકતા નથી. ત્યારે આવા જ લોકોના સપનાનું ઘર તેમને બનાવી આપવા હવે સરકાર આર્થિક મદદ કરે છે. જો તમને પણ ઘર બનાવવા માટે સરકારની મદદ જોઈતી હોય તો તમે પીએમ આવાસ યોજના હેઠળ અરજી કરી શકો છો.
તમારું સપનું સરકાર કરશે પુરું
જીવનભર મહેનત કર્યા બાદ પણ કેટલાક લોકો ઘર ખરીદવા કે જમીન ખરીદી તેના પર સપનાનું ઘર બાંધવા માટે સક્ષમ નથી બની શકતા. પરિણામે અનેક પરિવારે માટીના કાચા મકાન, ઝુંપડા કે ભાડાના મકાનમાં રહેવાનો વારો આવે છે. ત્યારે આવા લોકોને તેના સપનાનું ઘર બાંધી આપવા હવે સરકાર સહાય કરી રહી છે. ભારત સરકારે વર્ષ 2015માં લોકોને ઘર બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. આ યોજના દ્વારા ભારત સરકાર એવા લોકોને કાયમી મકાનો આપે છે જેઓ કાચા મકાનોમાં રહે છે.
કેવી રીતે મેળવી શકો છો સહાય?
જે લોકો પાસે ઘર ન હોય તેઓ પીએમ આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે અરજી કરી શકે છે. તમે પીએમ આવાસ યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગિન કરી શકો છો અને નાગરિક મૂલ્યાંકન વિભાગમાં જઈને તમારી શ્રેણી પસંદ કરી શકો છો. તે બાદ તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી જરૂરી માહિતી સાથે ફોર્મ ભરવું પડશે. જેમાં તમારી અંગત વિગતો, આવક અને સંપર્કની વિગતોની માહિતી આપવી પડશે. ફોર્મ સબમિટ કર્યા બાદ તમારે એકનોલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરવાની રહેશે.
અહીંથી પણ કરી શકો છો અરજી
વેબસાઇટ ઉપરાંત તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ અરજી કરી શકો છો. આ સિવાય તમે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા પંચાયત ઓફિસમાં પણ અરજી કરી શકો છો. જો તમે શહેરમાં રહેતા હો તો મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં અને ગામડામાં રહેતા હોય તો ગ્રામ પંચાયત કે જિલ્લા પંચાયત કચેરીમાંથી અરજી કરી લાભ મેળવી શકો છો.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ





