Home National Drdo Successful Test Long Range Land Attack Cruise Missile Lrlacm

ભારતની ‘દેશી ટોમહોક’ મિસાઇલ : બેઇજિંગથી ઇસ્લામાબાદ સુધી મચશે ખળભળાટ, જાણો કેમ ગેમ-ચેન્જર છે આ સ્વદેશી હથિયાર

India LRLACM Test
Published by: Viral Patel
Last Updated: Jun 16, 2026, 03:20 PM IST

India LRLACM Test: ઓપરેશન સિંદૂર, રશિયા-યુક્રેન સંઘર્ષ અને તાજેતરના ઈરાન યુદ્ધે સાબિત કરી દીધું છે કે આધુનિક લડાઈમાં દૂરથી સચોટ પ્રહાર કરનારા 'સ્ટેન્ડ-ઓફ' હથિયારોની કેટલી મોટી ભૂમિકા છે. આ દ્રષ્ટિએ LRLACM ભારતીય સેનાની તાકાતમાં અભૂતપૂર્વ વધારો કરશે.

ભારત અને ડેનમાર્ક મળીને શોધશે 400 વર્ષ જૂનું ડૂબેલું જહાજ : દરિયાઈ ઈતિહાસના કેટલાક રહસ્યો પરથી ઊંચકાઈ શકે છે પડદો

ડીઆરડીઓ (DRDO) એ સોમવારે ઓડિશાના દરિયાકાંઠા નજીક ભારતની પોતાની ‘લોન્ગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ’ (LRLACM) નું પ્રથમ સફળ પરીક્ષણ કર્યું છે. આ ક્રૂઝ મિસાઇલને અમેરિકન સેનાની સૌથી ભરોસાપાત્ર અને ઘાતક ‘ટોમહોક’ મિસાઇલના ભારતીય સમકક્ષ તરીકે જોવામાં આવી રહી છે. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે આ પરીક્ષણે તેના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ લક્ષ્યોને સંપૂર્ણપણે પ્રાપ્ત કરી લીધા છે. જો કે, સેનામાં તેને ઔપચારિક રીતે સામેલ કરતા પહેલા આગામી બે વર્ષ સુધી બીજા કેટલાક કડક પરીક્ષણો કરવામાં આવશે.

ચીન-પાકિસ્તાન નિશાન પર હશે

સરકારે હજુ સુધી આ મિસાઇલની પ્રહાર ક્ષમતા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આ સ્વદેશી ટોમહોકની રેન્જ ૧,૦૦૦ થી ૧,૫૦૦ કિલોમીટરની વચ્ચે છે. આનો સીધો અર્થ એ છે કે જો તેને સરહદ નજીકના અગ્રીમ મોરચાઓ પર તૈનાત કરવામાં આવે, તો ચીન અને પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ લશ્કરી, રાજકીય અને આર્થિક કેન્દ્રો તેની સીધી પ્રહાર ક્ષમતાની મર્યાદામાં આવી જશે.

પશ્ચિમી મોરચો

જો આ મિસાઇલને પશ્ચિમી મોરચે તૈનાત કરવામાં આવે તો તેના દાયરામાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ, રાવલપિંડી (પાકિસ્તાની સેનાનું મુખ્યાલય), લાહોર, ફૈસલાબાદ અને પાકિસ્તાનનું સૌથી મોટું આર્થિક તેમજ નૌકાદળ કેન્દ્ર કરાચી આવી શકે છે.

TMC બાદ શું હવે શિવસેનામાં પડશે ભંગાણ? : ઉદ્ધવ ઠાકરેની બેઠકમાંથી કેમ ‘ગાયબ’ થયા સાંસદો? ખૂલ્યું રહસ્ય

ઉત્તરી અને પૂર્વીય મોરચો

વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તૈનાત કર્યા પછી, આ મિસાઇલ ચીનના પશ્ચિમી અને મધ્ય વિસ્તારોમાં આવેલા લ્હાસા (મુખ્ય ચીની સૈન્ય માળખું), ચેંગદુ (મોટું સૈન્ય હબ), ઉરુમકી અને કુનમિંગ જેવા વ્યૂહાત્મક શહેરોને સરળતાથી નિશાન બનાવી શકે છે.

શા માટે ગેમ-ચેન્જર છે આ મિસાઇલ?

આ મિસાઇલ અને તેના તમામ સબ-સિસ્ટમને ઘણી DRDO લેબ્સે ભારતીય ઉદ્યોગ ભાગીદારો સાથે મળીને સંપૂર્ણપણે ‘દેશી’ રીતે તૈયાર કર્યા છે, જેમાં બેંગલુરુ સ્થિત એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (ADE) તેની નોડલ લેબ છે. આ મિસાઇલ જૂના ‘નિર્ભય’ પ્રોગ્રામનું અત્યંત અદ્યતન અને અપગ્રેડેડ વર્ઝન છે. આ મિસાઇલની સૌથી મોટી વિશેષતા તેની વિવિધતા (વર્સેટિલિટી) છે. તેને જમીન પરના મૂવેબલ લોન્ચર્સ, યુદ્ધ જહાજો અને સબમરીન એમ ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે. આ સાથે જ તે પરંપરાગત (કન્વેન્શનલ) અને પરમાણુ બંને પ્રકારના હથિયારો લઈ જવા માટે સક્ષમ છે.

Muharram School Holiday 2026: ભારતમાં ક્યારે છે મોહરમ? : જાણો 25 કે 26 જૂન ક્યારે રહેશે શાળાઓમાં રજા

સામાન્ય બેલિસ્ટિક મિસાઇલો પહેલા અવકાશમાં જાય છે અને પછી નીચે આવે છે, જેના કારણે રડાર તેમને સરળતાથી પકડી લે છે. તેનાથી વિપરીત, આ સબસોનિક ક્રૂઝ મિસાઇલ જમીનથી અત્યંત ઓછી ઊંચાઈ પર ઉડે છે, જેના કારણે દુશ્મનના રડાર અને એર ડિફેન્સ સિસ્ટમ્સ માટે તેની ભાળ મેળવવી અને તેને હવામાં તોડી પાડવી લગભગ અશક્ય બની જાય છે.

અમેરિકન ટોમહોક સાથે કેમ થઈ રહી છે સરખામણી?

અમેરિકાની ‘ટોમહોક’ મિસાઇલ વર્ષ ૧૯૮૩થી અમેરિકન નૌકાદળની કરોડરજ્જુ રહી છે. તેણે ૧૯૯૧ના અખાતી યુદ્ધથી લઈને તાજેતરના ઈરાન યુદ્ધ સુધીના દરેક સંઘર્ષમાં પોતાની તાકાત બતાવી છે, જ્યાં તેહરાનની અંદર સચોટ હુમલા માટે ૪૯ ટોમહોક મિસાઇલો છોડવામાં આવી હતી.

NEET બાદ શું UPSC નું પેપર ફૂટ્યું? : "100માંથી 82 પ્રશ્નો ખાનગી કોચિંગ સંસ્થાના" - NSUI નો દાવો

અમેરિકન ટોમહોકનું સૌથી અપગ્રેડેડ વર્ઝન હવામાં લાંબો સમય સુધી મંડરાવાની અને ઉડાન દરમિયાન જ પોતાનો રસ્તો કે ટાર્ગેટ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણે ગયા વર્ષે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પણ તેને અમેરિકા પાસેથી મેળવવા માટે બેતાબ હતા, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તેની મંજૂરી આપી ન હતી. હવે ભારતે આ જ ટેકનોલોજીની તર્જ પર પોતાની માર્ગદર્શિત (ગાઈડેડ) સ્વદેશી અચૂક મિસાઇલ તૈયાર કરી લીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now