અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રંપે શપથ લઈ લીધા છે. જે વચ્ચે જેટલી ચર્ચા ટ્રંપની છે એટલી જ તેના પરિવારની છે. ટ્રંપની પત્ની, દીકરાઓ, દીકરીની સાથે ત્રીજી પેઢી એટલે કે તેની દીકરાની દીકરી પણ એટલી જ ચર્ચામાં છે. દાદા ડોનલ્ડ ટ્રંપના શપથમાં પહોંચેલી કાઈ ટ્રંપે ત્યાંથી કેટલીક તસવીરો શેર કરી અને તે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે.ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ પછી, કાઈ ટ્રમ્પે ઇન્સ્ટાગ્રામ પર તેમના કેટલાક ફોટા શેર કર્યા. આમાં તેણીએ ખૂબ જ સુંદર ગાઉન પહેર્યું છે. થોડી જ ક્ષણોમાં, તેના ફોટા વાયરલ થઈ ગયા અને દરેક વ્યક્તિ તેના વિશે વાત કરતા જોવા મળ્યા.
કાઈ ટ્રંપ દાદા ડોનાલ્ડ ટ્રંપના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચી હતી. જેમાં તે શેમ્પેઈન સિલ્વર ગાઉનમાં નજરે આવી હતી. આ દરમિયાન તેણે ડિઝાઈનર શેરી હિલના ક્રિએશનમાં કહેર ઢાયો હતો. જેમાં તે એટલી ખૂબસૂરત લાગતી હતી કે સૌ કોઈની નજર તેના પર જ હતી. કાઈ ટ્રંપ 17 વર્ષની છે અને અત્યારથી જ સેન્ટર ઓફ અટ્રેક્શન બની ગઈ છે.
કાઈ ડોનાલ્ડ જુનિયર અને વેનેસા હેડનની સૌથી મોટી પુત્રી છે. યુટ્યુબ પર તેની એક ચેનલ પણ છે. તે ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે. તેમનો જન્મ ૧૨ મે ૨૦૦૭ના રોજ ન્યૂયોર્કમાં થયો હતો. તેમનું નામ તેમના નાનાના નામ પરથી રાખવામાં આવ્યું છે.તે ડોનાલ્ડ ટ્રમ્પના 10 પૌત્રોમાંથી એક છે. તેમણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો છે. ગયા વર્ષે જુલાઈમાં, તેમણે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC) ને સંબોધિત કરીને રાજકારણમાં મજબૂત શરૂઆત કરી.






