Home International Donald Trumps Final Warning To Hamas

"હથિયારો હેઠા મૂકો, નહીંતર અમે છીનવી લઈશું" : હમાસે ગાઝામાં કુલ 8 પ્રતિધ્વંધીઓને ગોળી માર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ ચેતવણી

"હથિયારો હેઠા મૂકો, નહીંતર અમે છીનવી લઈશું"
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 04:26 AM IST

Senior journalist Sameer Shukla reports from New Jersey


Donald Trump's final warning to Hamas: બે વર્ષના લાંબા અને દર્દનાક યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં શાંતિની આશા વ્યક્ત કરાઈ રહી છે. આમ છતાં તણાવની સ્થિતિ હજુ પણ ડંખી રહી છે. હકીકતમાં હમાસે પોતાના પ્રતિધ્વંધીઓને ગોળીથી વીંધી નાખ્યા છે. હમાસે ગાઝામાં કુલ 8 પ્રતિધ્વંધીઓને ગોળી મારી છે. ત્યારે 14 ઓક્ટોબર, 2025ના મંગળવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં રિપોર્ટર્સને કહ્યું: "જો હમાસ તેની પાસેના ઘાતક હથિયારોનો ત્યાગ નહીં કરે તો અમે જબરજસ્તીથી તેમની પાસેના હથિયારો છીનવી લઈશું અને તે ઝડપથી અને કદાચ હિંસક રીતે થશે!"

ટ્રમ્પનું આ નિવેદન 20-બિંદુઓવાળા શાંતિ કરારના બીજા તબક્કાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં હમાસને તેના હથિયારો છોડવા પડશે. ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટ્કોફ અને જેરેડ કુશ્નર દ્વારા હમાસને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે, સામે પક્ષે હમાસે હથિયારો નહીં ઉપાડવાની શર્ત માની છે, પરંતુ હમાસનું વર્તન ગાઝામાંમાં કંઈક અલગ જ જોવા મળ્યું, કેટલાક નકાબધારી વ્યક્તિઓએ જાહેરમાં આઠ વ્યક્તિઓને ગોળીથી મોતને ઘાટ ઉતાર્યા, એમ કહીને કે આ આઠ વ્યક્તિઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા હતા. જે શાંતિ કરારને વધુ અસ્પષ્ટ બનાવે છે.

એટલું જ નહીં હમાસે શાંતિ કરાર હેઠળ 20 જીવિત ઇઝરાયલી બંધકોને મુક્ત તો કર્યા, પરંતુ હમાસ દ્વારા અપહરણ કરાયેલા વ્યક્તિઓના મૃતદેહ ઇઝરાયલને સોંપ્યા નથી. સામે પક્ષે ઇઝરાયલે 2000થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા છે. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, તે મૃતદેહોને સોંપવામાં વિલંબ કરી રહ્યું છે.

આ ઘટનાક્રમ વચ્ચે હમાસના લડાકુઓ ગાઝા સિટીમાં વધુ સક્રિય થઈ રહ્યા છે, આજના સંકટમાં, ટ્રમ્પની ધમકી હમાસ માટે નવો પડકાર છે. હવે જોવાનું એ છે કે, શું તે હથિયારોનો ત્યાગ કરશે ? કે ફરીથી વિગ્રહની આગ ભડકાવશે? મધ્ય પૂર્વનું ભાવિ આ પગલાં પર નિર્ભર છે, અને વિશ્વ નેતાઓની નજર આ રમત પર જ કેન્દ્રિત છે. શાંતિની આશા હજુ જીવિત છે, પરંતુ તેને મજબૂત કરવા માટે કડક વ્યૂહરચના જરૂરી છે! નહીંતર ફરીથી લોહિયાળ જંગમાં ગાઝા રક્ત રંજિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
હવે જામશે ખરાખરીનો જંગ!
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય