શુક્રવારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેન પ્રમુખ ઝેલેન્સકી વચ્ચે વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને દેશના વડાઓ વચ્ચેની વાતચીત વોશિંગ્ટન ડી. સી.માં ઓવલ ઓફિસમાં શરૂ થઈ હતી અને ટૂંક સમયમાં ગરમાગરમી સાથે દલીલો જોવા મળી. રશિયા-યુક્રેન યુદ્ધ અંગે બંને નેતાઓના જુદા જુદા મંતવ્યોને કારણે હતું. આ ચર્ચાની અસર બેઠક બાદ પણ જોવા મળી હતી. જ્યારે ઝેલેન્સ્કી ઓવલ ઓફિસમાંથી બહાર નીકળ્યા ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના પર અમેરિકાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે યુક્રેનના રાષ્ટ્રપતિ હાલમાં રશિયા સાથેના યુદ્ધને સમાપ્ત કરવાનું નથી વિચારી રહ્યાં.
ઝેલેન્સ્કી સાથેની બેઠકના થોડા સમય પછી, ડોનાલ્ડ ટ્રમ્પ વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમા લખ્યું કે "આજે વ્હાઇટ હાઉસમાં અમારી ખૂબ જ ફળદાયી બેઠક થઈ હતી. ઘણું બધું અર્થપૂર્ણ બન્યું અને તે એવી વસ્તુ હતી જે કદાચ આટલી ગરમાગરમી વાળી ચર્ચા વગર ક્યારેય સમજી ના શકાતી. આજે મેં જોયું અને સમજ્યું કે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી શાંતિ માટે તૈયાર નથી. આનું કારણ એ પણ છે કે તેમને લાગે છે કે યુએસની ભાગીદારી તેમની સમજૂતિને પ્રભાવિત કરી શકે છે. મને કોઈ લાભ દેખાતો નથી. મને શાંતિ જોઈએ છે. ઝેલેન્સ્કીએ અમારી ઓવલ ઓફિસમાં અમેરિકાનું અપમાન કર્યું હતું. હવે જ્યારે તેઓ શાંતિ માટે તૈયાર થશે ત્યારે તેઓ ફરીથી અહીં આવી શકે છે.
ઓવલ ઓફિસમાં શું થયું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચેની બેઠક સૌહાર્દપૂર્ણ રીતે શરૂ થઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધવિરામની વાત આવે છે, ત્યારે બંને નેતાઓ એકબીજાના વિરોધાભાસી લાગતા હતા. દરમિયાન, યુ. એસ.ના ઉપરાષ્ટ્રપતિ જે. ડી. વેન્સે ઝેલેન્સ્કી પર કટાક્ષ કર્યો હતો. ઝેલેન્સ્કી પર અપમાનજનક વર્તનનો આરોપ લગાવતા તેમણે કહ્યું, "તમારી મુત્સદ્દીગીરી તમારા દેશનો અંત લાવશે". તમારે તમારા સંઘર્ષોને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ.
ઝેલેન્સ્કીએ જવાબ આપ્યો કે યુ. એસ. આ ક્ષણે યુક્રેનની પરિસ્થિતિને અનુભવી શકતું નથી. ટ્રમ્પે કહ્યું, "તમારે અમેરિકાને શું લાગે છે તે કહેવાની જરૂર નથી. આપણે શું અનુભવવું જોઈએ તે નક્કી કરવાની સ્થિતિમાં તમે નથી. તમે માત્ર ત્રીજા વિશ્વયુદ્ધ સાથે રમત રમી રહ્યા છો.
— Donald J. Trump (@realDonaldTrump) February 28, 2025





