અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે 47મા રાષ્ટ્રપતિ પદના શપથ લઈ લીધા છે. રિપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રંપે સોમવારે રાત્રે 10:30 વાગ્યે (IST) US સંસદ કેપિટલ હિલ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. તેમને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોન રોબર્ટ્સે શપથ લેવડાવ્યા. આ 40 વર્ષમાં પ્રથમ વખત બન્યું છે સંસદની બહાર નહીં પણ અંદર શપથ ગ્રહણ સમારોહ યોજાયો અને મુખ્ય કારણ વોશિંગટન ડીસીનું તાપમાન છે. જે હાલ માઈનસ 5 ડિગ્રી છે.
આ અવસર પર વિશ્વભરના નેતાઓએ ટ્રંપને શુભેચ્છા પાઠવી છે જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિન તેમજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. વ્લાદમિર પુતિને કહ્યું કે તેઓ રશિયા યુક્રેન તેમજ પરમાણુ શસ્ત્રોના મુદ્દે વાતચીત માટે તૈયાર છે.
ટ્રંપની શપથ પછી સૌ કોઈની નજર ટ્રંપના ભાષણ પર હતી. ટ્રંપે અમેરિકા માટે ખુબ મહત્વના મુદ્દે અગત્યની ઘોષણા કરી છે.
1. દક્ષિણ સરહદ પર નેશનલ ઈમરજન્સીની કરી જાહેરાત
મેક્સિકો સાથે અમેરિકાની બોર્ડર પર સતત વધી રહેલી ઘુસણખોરી અટકાવવા નેશનલ ઈમરજન્સી જાહેર કરતાની સાથે જ સૈન્ય મોકલવાનું જણાવ્યું. દુનિયાભરથી ગેરકાયદે આવતા ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં ઘુસવા નહીં દેવાય.
2. નેશનલ એનર્જી ઈમરજન્સીની જાહેરાત
વધારે ખર્ચ અને ઉર્જાની વધતી કિંમતોના કારણે મોંઘવારીનું સંકટ ઉભું થયું છે અને તેથી જ આજે હું નેશનલ એનર્જી ઈમરજન્સી જાહેર કરી રહ્યો છું.
3. લૉસ એન્જલસની આગ પર બોલ્યા ટ્રંપ
આપણે આવુ ના થવા દઈ શકીએ. અમેરિકા પાસે એક પબ્લિક હેલ્થ સિસ્ટમ છે. જે આપદાના સમયમાં કામ નથી કરતી. તેમ છતાં દુનિયાના કોઈ પણ દેશની તુલનામાં તેની વધારે ખર્ચ થાય છે. આપણી પાસે એક એવી શિક્ષણ પ્રણાલી છે જે આપણા બાળકોને ઘણા મામલાઓમાં ખુદ પર શરમ કરવા અને દેશને ધિક્કારવાનું શીખવે છે. આ બધું આજથી જ બદલાઈ જશે.





