Home Utilities Do You Drink Tea In Paper Cups It Can Cause This Major Harm

આ આદત પડશે મોંઘી : શું તમે કાગળના કપમાં પીઓ છો ચા? થઈ શકે છે આ મોટું નુકસાન

આ આદત પડશે મોંઘી
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 04:30 AM IST

ચા અને્ કોફી ભારતીયોના માનીતા પીણા છે. અને એમાં પણ હવે હાઈજિનના નામે આ પીણાઓ પેપર કપમાં આપવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે, તમારી આ આદત તમને ભારે પડી શકે છે. યૂઝ એન્ડ થ્રો કે ડિસ્પોઝબલ તરીકે જાણીતા ચા અને કોફીના કપ સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચાડી શકે છે. વિશેષજ્ઞો પણ એવો મત ધરાવે છે કે, લાંબા ગાળે યુઝ એન્ડ થ્રો કપમાં ચા પીવાની આદત નુકસાન કરી શકે છે.

આમ તો કાગળ કપમાં કોઈ પ્રવાહી ન ટકી શકે. પરંતુ તેને વોટરપ્રુફ બનાવવા માટે એક ખાસ લેયર લગાવવામાં આવે છે. જે પ્લાસ્ટિકનું પાતળું સ્તર હોય છે. જેને માઈક્રોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. હવે તમે ચા, કોફી કે કોઈ પીણું એમાં નાંખો છો ત્યારે તેનું એક પાતળા સ્તરમાંથી નાના નાના કણો નિકળે છે. તેઓ એટલા નાના છે કે તમે તેમને નરી આંખે જોઈ શકશો નહીં. આ માટે તમારે માઇક્રોસ્કોપની જરૂર પડશે. આ પદાર્થ કપમાં રહેલા ચા-કોફીમાં ઓગળવા લાગે છે. આનાથી કેન્સર થવાનું જોખમ રહેલું છે.

જો તમને વારંવાર બહાર કાગળના કપમાં ચા કે કોફી પીવાની આદત હોય તો તમારે ચેતી જવાની જરૂર છે. કારણ કે આવું કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પેપર કપમાં રહેલું માઈક્રોપ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. એક અભ્યાસ મુજબ, એક પેપર કપમાં માઇક્રોપ્લાસ્ટિકના આશરે 20,000 થી 25,000 નાના કણો હોય છે. આનાથી તમારા શરીરમાં હોર્મોનલ અસંતુલન થઈ શકે છે. તે જ સમયે, તે કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ પણ બને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now