Home Health-lifestyle Do You Also Have The Habit Of Getting Up At Night To Drink Water

શું તમને પણ રાત્રે ઉઠીને પાણી પીવાની આદત છે? : જાણો કઈ બિમારીની છે શરૂઆત

શું તમને પણ રાત્રે ઉઠીને પાણી પીવાની આદત છે?
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 07:26 AM IST

ઘણા લોકો રાત્રે ઊંઘમાંથી જાગીને પાણી પીતાં જોવા મળે છે. જોકે, જો આવું વારંવાર થતું હોય, તો તેને ફક્ત તરસ નહીં, પણ કોઈ આંતરિક રોગના લક્ષણ તરીકે પણ જોવાં જોઈએ. ડૉક્ટરોનાં મતે, આવી સ્થિતિને અવગણવી જોખમભરી સાબિત થઈ શકે છે.

આ મુખ્ય કારણો બની શકે છે:
ડાયાબિટીસ મેલીટસ (ટાઇપ 2)
વધેલો બ્લડ શુગર સ્તર શરીેમાંથી પેશાબ મારફતે બહાર કાઢવામાં આવે છે
વધુ પેશાબથી ડિહાઇડ્રેશન થાય છે

પરિણામે વારંવાર તરસ લાગે છે
ડાયાબિટીસ ઇન્સિપિડસ
કિડની પાણી રોકી નથી શકતી
ADH (Antidiuretic Hormone) ની ઉણપ
વારંવાર પેશાબ અને સતત તરસ

ક્રોનિક કિડની રોગો

કિડનીનું કાર્યબલ ઘટતું જાય છે
ઈલેક્ટ્રોલાઇટ અને પાણીનું સંતુલન બગડે છે
પરિણામે રાત્રે તરસ વધુ લાગે છે

સ્લીપ એપનિયા

ઊંઘ દરમિયાન શ્વાસમાં અવરોધ આવે
મોં સૂકાઈ જાય છે
માથાનો દુખાવો, નસકોરાં અને તરસ

ક્યારે ચિંતાજનક માનવું?

રોજ રાત્રે 2 વખત પાણી માટે જાગવું
તરસ સાથે વધુ પેશાબ થવો
મોંમાં અતિસૂકાપણું અથવા ઉધરસ અનુભવવી
ઊંઘમા વારંવાર ખલેલ

શું કરવું જોઈએ?

ડોક્ટર પાસે બ્લડ સુગર, યુરિન ટેસ્ટ અને કિડની ફંક્શન ટેસ્ટ કરાવવો
ઊંઘનો પૅટર્ન મોનિટર કરવો
ડિહાઇડ્રેશન ટાળવા દિવસ દરમ્યાન પૂરતું પાણી પીવું
અલ્કોહોલ, કેમિકલ યુક્ત Mouthwash અથવા ભાંગ/તંબાકૂથી દૂર રહેવું

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now