Home Health-lifestyle Do This Treatment For Cracked Soles Of Feet

અજમાવી જુઓ : ફાટેલા પગના તળિયા માટે કરો આ ઈલાજ

અજમાવી જુઓ
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 06:40 AM IST

શિયાળાની સિઝનમાં એડી ફાટી જવી સામાન્ય વાત છે. એવામાં એનાથી કેવી રીતે છુટકારો પામવો તે સૌ કોઈ વિચારતા હોય છે.શિયાળામાં, હવામાં ભેજ ઓછો થાય છે, જેના કારણે ત્વચા વધુ શુષ્ક બને છે, ખાસ કરીને પગની એડી પરની ત્વચા. જ્યારે આ ત્વચા શુષ્ક થઈ જાય છે, ત્યારે તેમાં તિરાડો દેખાય છે, તેને સામાન્ય ભાષામાં એડીઓ ફાટવી કહે છે. શિયાળામાં લોકો પાણી ઓછું પીવે છે, જેના કારણે શરીરમાં ભેજની કમી થાય છે અને ત્વચા શુષ્ક થઈ જાય છે. શિયાળામાં, મોટાભાગના લોકો ઠંડા પાણીથી સ્નાન કરે છે, જે ત્વચાને વધુ શુષ્ક બનાવે છે.

સમસ્યા તો જાણી આપણે, હવે સમાધાન પણ જાણી લઈએ. ફાટેલી એડીઓની સારવાર કરવાનો સૌથી સારો ઈલાજ છે મોઈશ્ચરાઈઝ કરવાનો. ખાસ કરીને ગ્લિસરીન ધરાવતું મોઈશ્ચરાઈઝર વાપરવું જોઈએ. જે ત્વચાને કોમળતા આપે છે અને તેને ફાટવાથી બચાવે છે. આ સાથે સુતા પહેલા ઓલિવ ઓઈલ કે નારિયળનું તેલ લગાવી શકાય છે. તેનાથી માલિશ કરવાથી ફાયદો મળશે.

સાથે રાખો આટલું ધ્યાન
તમને કમ્ફર્ટેબલ જૂતા પહેરો. એવા જૂતા પહેરો જે વધારે ટાઈટ ન હોય. જેથી દબાણથી બચી શકાય. સાથે જ જૂતાના તળિયા સારા હોય એ પણ જરૂરી છે.પગની સફાઈ ખૂબ જ જરૂરી છે. બહારથી આવો કે વર્કઆઉટ કરો એટલે તરત જ પગ ધુઓ. કારણ કે પગમાં પસીનો આવતો હોય છે. આ સાથે પગમાં સ્ક્રબ કરવાથી પણ ફાયદો મળશે.

વિટામિન ઇ, ઓમેગા-3 ફેટી એસિડ અને પાણીથી ભરપૂર ખોરાક લો, જેથી ત્વચાને અંદરથી ભેજ મળી શકે. લીલા શાકભાજી, કઠોળ, પ્રોટીન વસ્તુઓ, જટિલ કાર્બોહાઇડ્રેટ્સ જેવી વસ્તુઓ તમારા શરીર માટે સારી છે. જો તમે આવી વસ્તુઓનું સેવન કરશો તો તમારું સ્વાસ્થ્ય સારુ રહેશે અને પગની એડી કોમળ રહેશે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now