Home Health-lifestyle Do This To Quit Smoking Addiction

ધુમ્રપાન આવી રીતે છોડાવો : સ્મોકિંગની લત છોડાવવા માટે કરો આટલું

ધુમ્રપાન આવી રીતે છોડાવો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 04:30 AM IST

આજકાલ સ્ટ્રેસફુલ લાઈફને કારણે ઘણા લોકોને સ્મોકિંગની આદત હોય છે. સ્મોકિંગ આરોગ્ય માટે કેટલું ખરાબ છે, તે આપણે બધા જ જાણીએ છીએ. સ્મોકિંગની આદત શરીરને નબળું પાડે છે એટલું જ નહીં ધીરે ધીરે મગજ પણ નબળું કરી નાખે છે. સિગરેટ પીવાથઈ ઘણી બીમારીઓ થઈ શકે છે. ઘણા લોકો માને છે કે તેમને એવી આદત પડી છે , જે છૂટી શક્તી નથી. જો તમારે પણ સ્મોકિંગ છોડવું છે તો તમે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકો છો.

નવસેકું પાણી
નવસેકા પાણીમાં એક ચમચી મધ નાખીને પીવાથી સિગરેટ પીવાની આદત છોડવામાં રાહત મળે છે.

મૂળા
જે લોકો ચેઈન સ્મોકર છે, કે પછી સિગરેતની વધારે આદત છે, તેઓ છીણેલા મૂળા ખાઈ શકે છે. તેમણે મૂળા મધ સાથે ખાવા જોઈએ.

ઓટ્સ
ઓટ્સ શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢીને સ્મોકિંગની ઈચ્છા ઓછી કરે છે. તમારે બ્રેકફાસ્ટમાં ઓટ્સ જરૂર ખાવા જોઈએ.

મુલેઠી
જ્યારે તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય ત્યારે તમે મુલેઠીનું દાતણ ચાવી શકો છો. આમ કરવાથી સ્મોકિંગની ઈચ્છા ઓછી થઈ જશે.

પાણી અને લાલ મરચું
જ્યારે પણ સ્મોકિંગનું મન હોય ત્યારે 1 ગ્લાસ પાણીમાં ચપટી લાલ મરચાનો પાવડર નાખઈને પી જાવ. તાત્કાલિક ઈચ્છા જતી રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now