Home Health-lifestyle Do This To Overcome The Deficiency Of Vitamin D B4e8b65f 74d1 4d80 B521 1ce29bfa8e28

વાત સ્વાસ્થ્યની : વિટામિન Dની કમી દૂર કરવા કરો આટલું

વાત સ્વાસ્થ્યની
Published by: OBS Bureau
Last Updated: Jan 12, 2025, 02:30 AM IST

વિટામિન ડી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. વિટામિન ડીની ઊણપથી હાડકા કમજોર થાય છે. જેના કારણે થાક, ડીપ્રેશન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજકાલ લોકો આખો દિવસ એસી ઓફિસમાં હોય છે. એટલા માટે તેમને કુમળો તડકો લેવાનો સમય નથી મળતો. અને એટલે તેમના શરીરમાં વિટામિન ડીની કમી હોય છે.

કુણો તડકો લો
વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે તડકામાં વિટામિન ડીનો સારો સોર્સ હોય છે. દરેક વ્યક્તિએ રોજ ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ તડકામાં બેસવું જોઈએ. તે નેચરલી શરીરમાં વિટામિન ડી આપે છે.

વિટામિન ડીથી ભરપૂર ભોજન લો
ફેટી ફિશ એટલે કે, સેલ્મેન, મેકરલ અને સાર્ડિનનું સેવન તમે કરી શકો છો. ઈંડાની જર્દી, ફોર્ટિફાઈડ અનાજ, ડેરી પ્રોડક્ટ્સ અને પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક પણ વિટામિન ડીનો સોર્સ છે. સાથે તમે મશરૂમ્સનું પણ સેવન કરી શકો છો.

યૂપી લેમ્પ અને બલ્બનો ઉપયોગ કરો
ઠંડા વિસ્તારોમાં અથવા તો તડકો નથી આવતો તેવા વિસ્તારોમાં રહેતા હોય તો, યૂપી લેમ્પ વિટામિન ડીના પ્રોડક્શનમાં મદદ કરી શકો છો.

વજન મેનેજ કરો
અભ્યાસ પરથી જાણકારી મળી છે કે શરીરમાં વધુ ચરબી હોય તેવા લોકોમાં વિટામિન ડીનું સ્તર ઓછું જોવા મળે છે. વિટામિન ડી શરીરની ફેટ કોશિકાઓમાં જમા થાય છે અને ઉપયોગમાં નથી આવતો.

સપ્લીમેન્ટ લો
જો પર્યાપ્ત તડકો કે ફૂડ નથી લઈ શકો તો તમે સપ્લીમેન્ટ લઈ શકો છે. વિટામિન ડી2 અને ડી3ના સપ્લીમેન્ટ આવે છે. જે તમે ડૉક્ટરની સલાહ મુજબ લઈ શકો છો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. OffBeatStories તેની પુષ્ટિ નથી કરતું. અમલમાં મુકતા પહેલા વિશેષજ્ઞો પાસેથી સલાહ જરૂરથી લો.)

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now