Home Utilities Do Couples Start Looking Alike After Years Together

અહો આશ્ચર્યમ... : શું વર્ષો સાથે રહ્યા બાદ એક જેવા થઈ જાય છે યુગલના ચહેરા, જાણો શું છે વિજ્ઞાન

અહો આશ્ચર્યમ...
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2025, 05:31 PM IST

આપણે ઘણીવાર અનેક એવા પતિ-પત્નીને જોયા હશે, જેમના ચહેરા એકબીજા જેવા લાગે છે. એવું નથી કે શરૂઆતથી તેમના ચહેરા એવા હોય છે પરંતુ સમય જતા એમના ચહેરા એવા સમાન લાગવા માડે છે કે, લોકો ઘણીવાર કહી બેસે છે કે આ તો ભાઈ બહેન જેવા લાગે છે. આ વાત કેટલાક અંશે ખરી છે અને તે કોઈ કપોળ કલ્પના નહીં પરંતુ તેના પાછળ મનોવૈજ્ઞાનિક કારણ રહેલું છે.

કેમ થાય છે આવું?
એક રિસર્ચ અનુસાર કેટલાક કપલ પર સર્વે કરવામાં આવ્યો હતો. આ કપલમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમના વચ્ચે ઉંમરમાં 10 વર્ષનું અંતર છે. આ અભ્યાસ 1992 કે તેની પહેલા લગ્ન કરનાર કપલ પર કરવામાં આવ્યો હતો. અનેક વર્ષ બાદ તે 1996 અને બાદમાં 2000માં આ જ કપલ પર સર્વે કરવામાં આવ્યો. આ અભ્યાસમા જાણવા મળ્યું કે, એક જીવનસાથી જો પોતાના વર્તનમાં સુધારો લાવે છે તો બીજાના વ્યવહારમાં સમાન પરિવર્તનની સંભાવનાઓ વધી જાય છે. મનોવૈજ્ઞાનિકો માને છે કે, યુગલ ધીમે ધીમે એક જેવા લાગવા માંડે છે. તેમની પસંદ, વ્યવહાર પણ એક જેવા થઈ જાય છે.

જે લોકો લાંબા સમય સુધી સાથે રહે છે, તેઓ એકબીજાની ભાવનાઓને અપનાવવા લાગે છે. જેનાથી તેમના ચહેરાની ભાવ ભંગિમાઓમાં સમાનતા આવવા લાગે છે. જેવી રીતે ભાઈ બહેનની ભાવ ભંગિમાઓ સમાન હોય છે એવી જ રીતે પતિ પત્નીમાં પણ આવું જોવા મળે છે. આ સાથે જ તમે તમારા જીવન સાથી સાથએ ઘણો વધારે સમય વિતાવો છે. જેથી તમારા વિચારો પણ એક સરખા થઈ જાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat Stories આની પુષ્ટિ કરતું નથી.)

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now