બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમની સફર ભારે સંઘર્ષ સાથે શરૂ થઈ હતી. આમ છતાં, તેમણે પોતાના ટેલેન્ટના દમ પર સપનાનું મુકામ હાસિલ કર્યું છે. આજે આપણે એક એવી જ અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ક્યારેક માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી અને આજે તે કરોડો રૂપિયાની માલિક છે. ચાલો જાણીએ કે આ ગ્લેમરસ એક્ટ્રેસ કોણ છે.
આ બોલિવૂડ એક્ટ્રેસનું નામ દીશા પાટની (Disha Patani) છે. 'વેલકમ ટુ ધ જંગલ' ફેમ એક્ટ્રેસે બોલિવૂડમાં સ્થાન મેળવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. ઉત્તર પ્રદેશના બરેલીની વતની દીશા પાટનીનો જન્મ 13 જૂન 1992ના રોજ એક પોલીસ ઓફિસરના પરિવારમાં થયો હતો.
દીશા પાટનીનો પરિવાર
દીશાના પિતા જગદીશ સિંહ પાટની પોલીસ ઓફિસર છે અને તેની માતા પદ્મા પાટની હેલ્થ ઇન્સ્પેક્ટર છે. જ્યારે દીશાની મોટી બહેન ખુશબુ પાટની ભારતીય સેનામાં મેજર રહી ચૂકી છે અને હાલમાં તે ફિટનેસ કોચ છે. દીશાને એક નાનો ભાઈ પણ છે જેનું નામ સૂર્યાંશ પાટની છે.
મોડેલિંગ માટે અધવચ્ચે છોડ્યો અભ્યાસ
દીશાએ પોતાનો સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી લખનૌની એમિટી યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું. પરંતુ બીજા જ વર્ષમાં દીશાએ અભ્યાસ છોડી દીધો અને મોડેલિંગમાં નસીબ અજમાવ્યું હતું.
માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી
વર્ષ 2013માં દીશાએ ઈન્દોરના પોન્ડ્સ ફેમિના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે ફર્સ્ટ રનર-અપ રહી હતી. બસ ત્યારથી જ પોતાના સપના પૂરા કરવા દીશા મુંબઈ આવી ગઈ. એક ઈન્ટરવ્યુમાં દીશાએ જણાવ્યું હતું કે જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે માત્ર 500 રૂપિયા જ હતા. તેણે જણાવ્યું હતું કે તે આટલી રકમ સાથે બ્યુટી પેજન્ટમાં ભાગ લેવા આવી હતી અને ત્યારબાદ તેને ઓડિશન માટે કોલ આવવા લાગ્યા હતા.
કરિયરની પહેલી ફિલ્મ
એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'લોફર'થી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, જોકે આ ફિલ્મથી એક્ટ્રેસને કોઈ ખાસ ઓળખ મળી શકી નહોતી.
પહેલી જ બોલિવૂડ ફિલ્મે બનાવી સ્ટાર
વર્ષ 2016માં એક્ટ્રેસે બોલિવૂડમાં કદમ મૂક્યો હતો. દીશાની પહેલી હિન્દી ફિલ્મ 'MS Dhoni: The Untold Story' હતી. આ ફિલ્મમાં કામ કર્યા પછી દીશા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આ ફિલ્મે દીશાની લાઈફ બદલી નાખી અને ત્યારબાદ તેને બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો મળવા લાગી.
કેટલી છે નેટવર્થ?
રિપોર્ટ્સ અનુસાર, દીશા પાટનીની કુલ નેટવર્થ લગભગ 75 કરોડ રૂપિયા છે. એક્ટ્રેસ ફિલ્મો, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને સોશિયલ મીડિયા દ્વારા કમાણી કરે છે. તેની પાસે Mercedes-Benz S450, Land Rover Range Rover Sport અને BMW 7-Series જેવી લક્ઝરી ગાડીઓનું કલેક્શન પણ છે.






