Home Entertainment Hrithik Roshan Hollywood Anonymous Content Deal Krrish 4

Krrish 4 અપડેટ : હૃતિક રોશન હોલીવુડ એજન્સી સાથે જોડાયા

Hrithik Roshan joins Hollywood agency: Krrish 4 update
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 13, 2026, 07:57 AM IST

બોલિવૂડના 'ગ્રીક ગોડ' ગણાતા હૃતિક રોશન હવે માત્ર ભારતીય સિનેમા પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની ઓળખ મજબૂત કરવા જઈ રહ્યા છે. હૃતિકે હોલીવુડની જાણીતી મીડિયા અને ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની 'એનોનિમસ કન્ટેન્ટ' (Anonymous Content) સાથે કરાર કર્યો છે. આ એ જ પ્રખ્યાત કંપની છે જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મો જેવી કે 'The Revenant' અને 'Spotlight' પ્રોડ્યુસ કરી છે. જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઈ હોલીવુડ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હૃતિકના આ પગલાને તેમની કારકિર્દીના એક મોટા આંતરરાષ્ટ્રીય વિસ્તરણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

માત્ર એક્ટિંગ જ નહીં, ગ્લોબલ કન્ટેન્ટ પર પણ નજર

ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું માનવું છે કે હૃતિકનો આ નિર્ણય માત્ર વિદેશમાં એજન્ટ બદલવા પૂરતો મર્યાદિત નથી. આ રણનીતિ ઇન્ટરનેશનલ કો-પ્રોડક્શન, ગ્લોબલ કન્ટેન્ટ અને ક્રોસ-માર્કેટમાં પોતાની હાજરી વધારવાનો એક ભાગ છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે હૃતિક એક્ટરની સાથે સાથે ડિરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ સક્રિય થઈ રહ્યો છે.

'Krrish 4' ની તૈયારી અને પ્રોડક્શન હાઉસનું વિસ્તરણ

રસપ્રદ વાત એ છે કે, હૃતિક રોશન હાલમાં પોતાની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'Krrish 4' ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેઓ પહેલીવાર ડિરેક્ટર તરીકે પણ કમાન સંભાળવાના છે. આ સિવાય પ્રોડ્યુસર તરીકે તેમના બેનર 'HRX Films' નો પણ વિસ્તાર થઈ રહ્યો છે. આવા સમયે નવી ગ્લોબલ ડીલ તેમના માટે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ, ગ્લોબલ સ્ટ્રીમિંગ કન્ટેન્ટ અને નવા ક્રિએટિવ સહયોગના રસ્તા ખોલશે. આ ઉપરાંત, હૃતિકે દક્ષિણ ભારતના જાણીતા પ્રોડક્શન હાઉસ 'હોમ્બલે ફિલ્મ્સ' સાથે પણ એક પાન-ઇન્ડિયા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે.

હૃતિકના કરિયર માટે નવા સંકેતો:

  • ઇન્ટરનેશનલ ફિલ્મો અને સિરીઝ માટે નવી તકોની સંભાવના વધશે.

  • હોલીવુડ સ્ટુડિયો અને મોટા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ સુધી સીધી પહોંચ બનશે.

  • પ્રોડ્યુસર તરીકે વૈશ્વિક સ્તરે કન્ટેન્ટ બનાવવાની તૈયારી.

હાલમાં હૃતિકની પ્રાથમિકતાઓ:

  • 'Krrish 4' દ્વારા ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવું.

  • HRX Films દ્વારા પ્રોડક્શન સેક્ટરમાં સક્રિય થવું.

  • પ્રાઇમ વિડિયો (Prime Video) માટે 2 મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરવું.

હોલીવુડ તરફ આગળ વધેલા અન્ય ભારતીય સ્ટાર્સ:

  • પ્રિયંકા ચોપરા: લાંબા સમયથી ગ્લોબલ લેવલે સક્રિય છે અને 'Quantico', 'Baywatch' જેવા પ્રોજેક્ટ્સ કરી ચૂકી છે.

  • આલિયા ભટ્ટ: હોલીવુડ એજન્સી WME સાથે જોડાયા બાદ 'Heart of Stone' થી ડેબ્યૂ કર્યું.

  • સોનમ કપૂર: આંતરરાષ્ટ્રીય સ્ક્રીન ઉપસ્થિતિ અને ગ્લોબલ ફેશન નેટવર્ક દ્વારા અલગ બ્રાન્ડિંગ બનાવ્યું.

  • રાધિકા આપ્ટે: 'Sister Midnight' અને 'The Wedding Guest' જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ સાથે જોડાઈ.

  • વિદ્યુત જામવાલ: હોલીવુડની એક્શન ફિલ્મ 'Street Fighter' થી ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now